May 25, 2025

Gujarat :કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

વારંવાર કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવતાં રહે છે ત્યારે ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરી આ જંગી જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે FSLની પ્રાથમિક તપાસમાં આ કોકિનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો.રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ગાંધીધામ પોલીસને આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું તે તરફ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.