November 21, 2024

જાણો..ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી મૃત્યુ સુધીની તમામ હકીકતો

શ્રી કૃષ્ણ ભગવાન : જીવન દર્શન

જન્મદિવસ
૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવિ/સોમવાર.

જન્મ તિથી
વર્ષ સંવત ૩૨૮૫ શક સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ (જે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ)

નક્ષત્ર (સમય)
રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે (મધ્ય રાત્રી)

રાશી (લગ્ન)
વૃષભ લગ્ન અને વૃષભ રાશી

જન્મ સ્થળ
મથુરા, રાજા કંસની રાજધાની તા.જી. મથુરા (ઉત્તર પ્રદેશ)

વંશ – કુળ
ચંદ્ર વંશ યદુકુળ, ક્ષેત્ર : માધુપુર

યુગ મન્વન્તર
દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

વર્ષ
દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે

માતા
દેવકી (રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની સગી બહેન માની હતી)

પિતા
વાસુદેવ [જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી]

પાલક માતા-પિતા
મુક્તિ દેવીનો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

મોટાભાઈ
વસુદેવ અને રોહિણીના પુત્ર શેષનો અવતાર – શ્રી બલરામજી

બહેન સુભદ્રા

ફોઈ
વસુદેવના બહેન, પાંડવોની માતા કુંતી

મામા
કાળનેમિ રાક્ષસનો અવતાર, મથુરાના રાજા કંસ

બાળસખા
સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

અંગત મિત્ર અર્જુન

પ્રિય સખી દ્રૌપદી

પ્રિયા / પ્રેમિકા
સાક્ષાત ભક્તિનો અવતાર રાધા

પ્રિય પાર્ષદ સુનંદ

પ્રિય સારથી દારુક

રથનું નામ
નંદી ઘોષ રથ, જેની સાથે શૈબ્ય, મેઘપુષ્ય, બલાહક, સુગ્રીવ એમ ચાર અશ્વો જોડાતા હતા.

રથ ઉપરના ધ્વજ
ગરુડધ્વજ, ચક્રધ્વજ, કપિધ્વજ.

રથના રક્ષક નૃસિંહ ભગવાન

ગુરુ અને ગુરુકુળ
સાંદીપની ઋષિ, ગગાચાર્ય ગુરુકુળ, અવંતી નગર.

પ્રિય રમત
ગેડી દડો, ગિલ્લી દંડા , માખણ ચોરી, મટુક્ડીઓ ફોડવી, રાસલીલા

પ્રિય સ્થળ
ગોકુળ, વૃંદાવન, વ્રજ, ધ્વારિકા

પ્રિય વૃક્ષ
કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

પ્રિય શોખ
વાંસળી વગાડવી , ગાયો ચરાવવી

પ્રિય વાનગી
તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

પ્રિય પ્રાણી
ગાય , ઘોડા

પ્રિય ગીત
શ્રીમદ ભગવદ ગીતા, ગોપીઓના ગીતો, રાસ

પ્રિય ફલ
ક્ષત્રિય કર્મ, હણે એને હણવામાં કોઈ પાપ નથી, કર્મ કરો, ફળની આશા રાખશો નહી

પ્રિય હથિયાર સુદર્શન ચક્ર

પ્રિય સભામંડપ સુધર્મા

પ્રિય શૃંગાર મોરપિચ્છ

પ્રિય પુષ્પ કમળ અને કાંચનાર

પ્રિય ઋતુ વર્ષા ઋતુ, શ્રાવણ મહિનો, હિંડોળાનો સમય

પ્રિય પટરાણી રુકમણીજી

પ્રિય મુદ્રા
વરદમુદ્રા, અભ્યમુદ્રા, એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું

ઓળખ ચિહ્ન
ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારી, તે શ્રી વત્સનું ચિહ્ન

વિજય ચિહ્ન પંચજન્ય શંખનાદ

મૂળ સ્વરૂપ
અર્જુનને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

આયુધ
સુદર્શન ચક્ર, કૌમુકી ગદા, સારંગપાણી ધનુષ, વિદ્યાધર તલવાર, નંદક ખડગ

બાળ પરાક્રમ
કાલીનાગ દમન, ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકવો, દિવ્ય રાસલીલા

પટરાણીઓ
જાંબવતી, મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા, લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

૧૨ ગુપ્ત શક્તિઓ
કીર્તિ, ક્રાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ઈલા, ઉર્જા, માયા, લક્ષ્મી, વિદ્યા, પ્રીતિ, અવિધા, સરસ્વતી

શ્રી કૃષ્ણનો અર્થ
સહાય, કાળું, ખેંચવું, આકર્ષણ, સંકર્ષણ

દર્શન લાભ
જશોદા, રાધા, અર્જુન, અક્ર્રુરજી, નારદ, શિવજી, હનુમાન, જાંબુવંત.

ચક્રથી વધ
શિશુપાલ, બાણાસુર, શત્ધન્વા, ઇન્દ્ર, રાહુ

પ્રિય “ગ”
ગોપી, ગાય, ગોવાળ, ગામડું, ગીતા, ગોઠડી, ગોરસ , ગોરજ, ગોમતી, ગુફા

પ્રસિદ્ધ નામો
કાનો, લાલો, રણછોડ, દ્વારકાધીશ, શામળિયો, યોગેશ્વર, માખણચોર, જનાર્દન

ચાર યોગ
ગોકુળમાં ભક્તિ, મથુરામાં શક્તિ, કુરુક્ષેત્રમાં જ્ઞાન, દ્વારિકામાં કર્મ યોગ

વિશેષતા જીવનમાં ક્યારેય રડ્યા નથી

કોની કોની રક્ષા કરી
દ્રૌપદીનાં ચીર પૂર્યા,
સુદામાની ગરીબી દૂર કરી,
ગજેન્દ્રનો મોક્ષ ,
મહાભારતના યુદ્ધમાં પાંડવો,
ત્રીવ્કા દાસીની ખોડ દુર કરી,
કુબ્જાને રૂપ આપ્યું,
વૃક્ષ રૂપે નલકુબેર અને મણીગ્રીવ રુદ્રોને શ્રાપ મુક્ત કર્યા,
યુદ્ધ વખતે ટીંટોડીના ઈંડા બચાવ્યા

મુખ્ય તહેવાર
જન્માષ્ટમી, રથયાત્રા, ભાઈ બીજ, ગોવર્ધન પૂજા, તુલસી વિવાહ, ગીતા જયંતિ, ભાગવત સપ્તાહ, યોગેશ્વર દિવસ, તમામ પાટોત્સવ, નંદ મહોત્સવ, દરેક માસની પૂનમ અને હિંડોળા

ધર્મ ગ્રંથ અને સાહિત્ય
શ્રીમદ્ ભગવદ ગીતા, ગીત ગોવિંદ, હરિવંશ, મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો, ગોપી ગીત, ડોંગરેજી મહારાજનું ભગવદ જનકલ્યાણ, ચરિત્ર ગ્રંથો અને અન્ય અઢળક.

શ્રી કૃષ્ણ ચરિત્ર સ્વરૂપો
નટખટ બાળ કનૈયો, માખણ ચોર કનૈયો, વિ.

શ્રી કૃષ્ણ ભક્તિના સમ્પ્રદાય
શ્રી સંપ્રદાય, કબીર પંથ, મીરાબાઈ, રામાનંદ, વૈરાગી, વૈષ્ણવ, વિગેરે

સખા સખી ભક્ત જન
સુદામા ,ઋષભ , કુંભણદાસ, અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર

શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે કરુક્ષેત્રમાં જે સંવાદ થયો તે સર્વે જગતમાં એક તત્વજ્ઞાન રુપે ભગવદ્ ગીતા મહાગ્રંથ ના નામે જાહેર થયો.

શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ
સવારે – ભૈરવ વિલાસ, દેવ ગંધાર, રામકલી, પંચમ સુહ, હિંડોળા રાગ
બપોરે – બીલાવ્લ, તોડી, સારંગ, ધનાશ્રી, આશાવરી,

આરતીની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગ્વાલ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાપન
સાંજે ૫-૩૦ વાગે ભોગ ક્ષમા
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

પહેરવેશ
માથે સુંદર પાઘમાં મોરપીછ,
કાન પર કુંડળ, ગળામાં વૈજ્યંતી માળા, હાર, કાંડે બાજુબંધ, કંકણ, એક હાથમાં વાંસળી, બીજા હાથમાં કમળ, કેડે કંદોરો, શીન્ડી ને છડી, પગમાં સાંકળા, લલાટે ક્સ્તુરીયુક્ત ચન્દનનું તિલક, પીળું પીતાંબર, અંગરખું.

વધ
પુતના, વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ, ભસ્માસુર, અધાસુર, વિ.

જીવનમાં ૮ અંકનું મહત્વ
માતા દેવકીનું આઠમું સંતાન
શ્રી વિષ્ણુભગવાનનો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્રાવણ વદ ૮ના રોજ જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮ સિદ્ધિના દાતા
શ્રેષ્ઠ અષ્ટાક્ષર મંત્ર “શ્રી કૃષ્ણ શરણમ્ મમ”, સ્મૃતિમંત્ર “ૐ નમો ભગવતે વાસુદેવાય”

અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના, કૃષિ કર્મ, પૃથ્વીની રસાળતા, જીવોનું કલ્યાણ, યજ્ઞ કર્મ, યોગનો પ્રચાર, સત્કર્મ, અસુરોનો નાશ, ભક્તિનો પ્રચાર, સજ્જનોની રક્ષા, ત્યાગની ભાવના

૧૧ પ્રેમ બોધ
માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, મિત્ર પ્રેમ, કર્મ, જ્ઞાન, ભક્તિ, ગ્રામોધ્ધાર, ફરજપાલન, સ્ત્રી દાક્ષિણ્ય, રાજનીતિ, કૂટનીતિ.

વ્યવસ્થા સંદેશ
યોગ, સ્વાસ્થ્ય, જેવા સાથે તેવો ન્યાય, અન્યાયનો પ્રતિકાર, દુષ્ટોનો સંહાર

૧૧ના આંકનું મહત્વ

  • અવતાર લેવાના ૧૧ કારણો
  • ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
  • યાદવોની વસ્તી ૫૬ કરોડના આંકનો સરવાળો,
  • શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ,
  • અર્જુનને વિરાટ દર્શન ૧૧મો અધ્યાય
  • મથુરા છોડ્યું તે ઉંમર ૧૧ વર્ષ

મૃત્યુના કારણો
ગાંધારીનો શ્રાપ,
દુર્વાસા મુનીનો શ્રાપ,
વાલીનો વધ.

દેહ ત્યાગ સ્થળ
સોમનાથ તીર્થ, પ્રભાસ પાટણ, જી. ગીર સોમનાથ (ગુજરાત)માં કપિલા, હિરણ્ય અને સરસ્વતી નદીનાં સંગમ સ્થાને પીપળાના વૃક્ષ નીચે ભાલકા તીર્થ ખાતે વાલીના (પારધી અવતાર) ના બાણથી.

અવસાનની વિગત
૧. મહાભારતના યુદ્ધ વખતે ઉંમર ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ
૨. મૃત્યુ સમયે ઉંમર ૧૨૫ વ. ૭ મા. ૭ દિ. તા. ૧૮-૨-૩૧૦૨ ઈ.સ. પૂર્વ શુક્રવાર બપોરના ૨ક. ૭મી. ૩૦ સે.

અવસાન બાદનું તેજ
શ્રી ભગવદ્ ગીતા મહા પુરાણ.

અવસાન બાદનો અંશ શાલિગ્રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *