સર કે.પી.કૉલેજ ઑફ કૉમર્સમાં આચાર્યાનો વિદાય સમારંભ યોજાયો
સર કે.પી.કૉલેજ ઑફ કૉમર્સમાં 40 વર્ષની દીર્ઘ સેવા બાદ વયમર્યાદાને લીધે નિવૃત થઈ રહેલ આચાર્યા ડૉ.માર્ટિના નોરોન્હા મેડમનો વિદાય સમારંભ યોજવામા આવ્યો હતો.
પ્રસ્તુત કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા સાહેબ તેમજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો ભરતભાઈ શાહ, રાજેશભાઈ દેસાઈ, આશિષ વકીલ,ડૉ.કે.આર.દેસાઇ ઉપસ્થિત રહયા હતા.
પ્રિન્સિપાલ એસોસિએશન દ્વારા પણ માર્ટિના મેડમને સન્માન્નિત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત કૉલેજની એલ્યુમની એસોસિએશનના સભ્યો અને સ્થાનિક વહીવટી સમિતિના ચેરમેન દ્વારા આચાર્યાનુ મોમેન્ટો દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ અને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે શહેરની અન્ય કોલેજોના આચાર્યો પણ સૌજન્ય દાખવીને હાજર રહયા હતા.
કૉલેજના શૈક્ષણિક ઉપરાંત બિનશૈક્ષણિક સ્ટાફ તરફથી પણ સ્મૃતિભેટ,સન્માનપત્ર અને બુકે આપીને સૌએ એમને નિવૃત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આચાર્યા શ્રી ડૉ.માર્ટીના નોરોન્હાએ આ સંસ્થા સાથેના એમના સંસ્મરણો વાગોળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્રના સિનિયર પ્રાધ્યાપક સ્મૃતિ દેસાઈએ કર્યુ હતુ.