સુરતમાં કરાઈ ‘ઈન્ટરનેશનલ શેફ ડે’ ની ઉજવણી
તારીખ 20 ઓકટોબર 2023 ના રોજ સુરત, ડુમસ રોડ ખાતે લે મેરિડીયન (TGB) ખાતે ઇન્ટરનેશનલ સેફ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2004 માં ઇન્ટરનેશનલ શેફ ડે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે ઉજવણીના ભાગરુપે લે મેરિડીયન હોટેલના શેફ શશીકાંત રાઠોડ, જનરલ મેનેજર પ્રકાશ પરમાર અને સધર્ન ગુજરાત હોટેલ એસોસિયેશનના પ્રમુખ અરુણ શેટ્ટી અને ઉપ પ્રમુખ સનત રેલિયા દ્વારા સાઉથ ગુજરાત સેફ કમ્યુનિટીનું લોન્ચિંગ કર્યા બાદ કેક કાપી સેફ કમ્યુનિટી (SGCC)ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.
અલગ અલગ ડે ની ઉજવણીમાં અલગ અલગ વ્યંજનો બનાવતા શેફ ડે ની ઉજવણી પ્રસંગે સાઉથ ગુજરાતના 250 થી 300 શેફ હાજર રહ્યા હતા જેમાં વિવિધ પ્રોગ્રામની સાથે દરેક શેફને રિટર્ન ગિફ્ટ અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અલગ અલગ ફૂડ ઇન્ડસ્ટ્રીના સપ્લાયરે આ પ્રસંગે હાજર રહી પોતાની પ્રોડક્ટનું નિદર્શન કર્યું હતુ.