October 31, 2024

ટ્વિટરમાં બ્લૂ ટિક માટે ભારતના યુઝર્સે 650-900 ચુકવવા પડશે

  • ટ્વિટરે વેબ યુઝર્સ માટે રૂ. 650 અને મોબાઈલ યુઝર્સ માટે રૂ. 900 એક મહિના માટેના સબસ્ક્રિપ્શન ચાર્જીસ જાહેર કર્યાં
  • સબસ્ક્રાઈબર્સને કેટલાક વિશેષ ફીચર્સ અપાશેઃ ટૂંકમાં જ નવા ફીચર્સ સેટ થઈ ગયા બાદ જુની તમામ બ્લૂ ટિક રદ થઈ જશે

ટ્વિટરે ભારતમાં પોતાના યુઝર્સ માટે સબસ્ક્રિપ્શન ચાર્જીસની જાહેરાત કરી દીધી છે. ટ્વિટર દ્વારા સત્તાવાર રીતે જણાવ્યું છે કે ભારતમાં જે યુઝર સબસ્ક્રિપ્શન મેળવવા ઈચ્છે છે તેમણે ચાર્જીસ ચુકવવા પડશે. જેમાં વેબ યુઝર્સે દર મહિને રૂ. 650, જ્યારે મોબાઈલ યુઝર્સે દર મહિને રૂ. 900 ચુકવવા પડશે. ટૂંકમાં જ સબસ્ક્રિપ્શન મુજબનું ફીચર્સ અપલોડ કરી દેવાશે અને ત્યારબાદ જે જુની બ્લૂ ટિક છે તે નીકળી જશે અને માત્ર સબસ્ક્રાઈબર્સને જ નવી બ્લૂ ટિક આપવામાં આવશે.

સોશીયલ મીડિયાનું સૌથી લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એલોન મસ્કે ખરીદી લીધાં બાદ મેનેજમેન્ટથી લઈને અનેક ફેરફારો થયા છે અને તે પૈકીના અનેક ચર્ચા કે વિવાદમાં પણ આવી ચુક્યા છે. ખોટનો ધંધો સરભર કરવા અને આવક વધારવા માટે મસ્કે ટ્વિટરની બ્લૂ ટિક સબસ્ક્રિપ્શનનો માર્ગ પસંદ કર્યો હતો અને વિશ્વના અનેક દેશોમાં તે સેવા અમલી કરી દેવાઈ છે. ત્યારે આજે ભારતમાં પણ ટ્વિટરની પેઈડ બ્લૂ ટિક સબસ્ક્રિપ્શનની સેવા શરૂ કરી દેવામાં આવી છે.

પેઈડ બ્લૂ ટિક લેનારા સબસ્ક્રાઈબર્સને કેટલાક વિશેષ ફીચર્ચ આપવામાં આવશે. જે પૈકી તેઓ 30 મીનિટની સમયમર્યાદામાં પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. તે ઉપરાંત કોઈને ટેગ કરવા કે મીડિયા એટેચ કરવાનું પણ ઓપ્શન અપાશે. બ્લૂ ટિક સબસ્ક્રાઈબર્સ અનલિમિટેડ બૂકમાર્ક ફોલ્ડર્સ મેળવી શકશે અને વિવિધ વિષયોને તેમાં મેનેજ કરી શકશે. સૌથી વધુ શેર થનારા આર્ટિકલ્સ ઓટોમેટિકલી શોર્ટલિસ્ટ થઈ જશે. બ્લૂ ટિક યુઝર્સને ટ્વિટ માટે 4000 શબ્દોની લિમિટ મળશે અને તેમાં અનડુનું ઓપ્શન પણ રહેશે. સાથે જ આવા યુઝર્સ 1080p અથવા ફુલ HD વીડિયો અપલોડ કરી શકશે અને યુઝર પ્રોફાઈલના ફોટોની સાથે જ NFT પણ સેટ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *