November 23, 2024

ભારતીય રૂપિયો વૈશ્વિક કરન્સી બનવા સક્ષમ, ડોલરને પણ પછાડશે

  • અમેરિકી યુનિ.ના અર્થશાસ્ત્રીની આગાહીઃ વૈશ્વિક વેપારમાં રૂપિયાનું ચલણ વધશે, ડોલરનું ચલણ સતત ઘટી રહ્યું છે
  • વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોખરે પહોંચવા ભારતે કેટલાક મજબૂત સુધારા કરવાની જરૂરઃ વિકાસદર 7 ટકા રહેવાની પ

ભારતમાં વિપક્ષ અને સરકાર વિરોધી તત્વો એક તરફ મંદી, મોંઘવારી, બેરોજગારી જેવા પરિબળો આગળ કરીને સરકારની નિષ્ફળતાની બૂમો પાડી રહ્યાં છે, તો બીજી તરફ વૈશ્વિક અર્થવ્યસ્થા મુદ્દે વધુ એક સારા સમાચાર ભારત માટે આવ્યા છે. હકીકતમાં અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. નૂરીલ રૌબિનીએ ભારતીય ચલણ રૂપિયા માટે એક મોટી આગાહી કરી છે.

નૂરીલીએ પોતાના અભ્યાસ અંગે એક વાતચીતમાં જણાવ્યું છે કે ભારતીય રૂપિયો ખૂબ જ મજબુત સ્થિતિમાં છે અને વૈશ્વિક વેપાર મુદ્દે તે ડોલરને હંફાવી શકે છે. વિશ્વના અન્ય દેશો સાથેના વ્યાપાર કે પછી કોઈપણ બે દેશો વચ્ચેના વ્યાપારમાં હાલમાં ચલણ તરીકે ડોલરનું વિશેષ મહત્વ છે, પરંતુ આવનારા થોડા જ સમયમાં ડોલરનું સ્થાન ભારતીય રૂપિયો લઈ શકે છે. નૂરીલીએ એટલી હદે જણાવ્યું કે ભારતીય રૂપિયો વૈશ્વિક રિઝર્વ કરન્સી પૈકીની એક બની શકે છે, વિશ્વમાં ગ્લોબલ રિઝર્વ કરન્સીની ડાવર્સિટી પૈકીનો એક બની શકે છે.

રૌબિનીએ વધુમાં ઉમેર્યું હતું કે વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે ડોલરનું ચલણ સતત ઘટી રહ્યું છે, જેને ડી-ડોલરાઈઝેશન કહે છે. એટલે કે ડોલરનું ચલણ 30 ટકા જેટલું ઘટી ગયું છે અને આવનારા સમયમાં આ પ્રક્રિયા વધુ ઝડપી બની શકે. તેની પાછળનું કારણ એવું પણ છે કે અમેરિકા વિદેશ નીતિઓ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના ધ્યેય સાથે ડોલરનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જેથી તબક્કાવાર અનેક દેશોએ ડોલરનો તિરસ્કાર કરવો શરૂ કર્યો છે. યુરોપિયન દેશો યુરો માટે આગ્રહ કરે છે તો રશિયા, ચીન સહિતના અનેક દેશો પણ પોતાના ચલણમાં વ્યાપારનો આગ્રહ કરી રહ્યું છે.

આવા સંજોગો રૂપિયાને વૈશ્વિક ચલણ બનાવવા માટે સકારાત્મક ઉર્જા પુરી પાડી રહ્યાં છે. નૂરીલીએ જો કે એવી સલાહ આપી છે કે ભારતે વૈશ્વિક અર્થતંત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા અનેક સુધારાઓ કરવા પડશે અને ઘરેલુ ઉત્પાદન, વ્યાપાર, આયાત-નિકાસ જેવી અનેક નીતિઓની વિશેષ કાળજી રાખવી પડશે. ભારતનો વિકાસદર પણ વિશ્વમાં સૌથી ઊંચો 7 ટકા રહેવાની આગાહી રૌબિનીએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો