કેનેડાના નાગરિકો ભારતમાં આવી નહિ શકે:વિઝા સેવા કરાઈ બંધ
આજથી કેનેડાથી ભારત માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જેથી જે કેનેડાથી વિઝા લઈને ભારત આવવા માગે છે તે કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સેવાઓને અનિશ્વિત કાળ સુધી બંધ દીધી છે.
કેનેડાની સાથે ખાલિસ્તાન મુદ્દે થયેલા તણાવ વચ્ચે હવે ભારતે આ નિર્ણય લીધો છે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ માહિતી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ઓપરેશનલ કારણોના લીધે ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જાહેર કરીને કેનેડામાં ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમાં ભારતીયોને સલાહ આપવામાં આવી હતી કે એવા કોઈ વિસ્તારમાં ન જશો જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય અથવા એવી ઘટનાઓ બનવાની સંભાવના હોય. કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે જેથી ત્યાં જતી વખતે સાવચેત રહો.