July 1, 2025

પ્રાથમિક શાળા સાવામાં હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ,કોસંબા, સુરત દ્વારા ટ્રેક-શૂટ યુનિફોર્મ સાથે નાસ્તાનું કરાયું વિતરણ

તા. ૧૭/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ પ્રા શાળા સાવા તા. માંગરોળની શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને કે. એમ. ચોક્સીના ચેરમેનશ્રી કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ,કોસંબા,સુરત દ્વારા ટ્રેક-શૂટ યુનિફોર્મ સાથે બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં હતી અને શાળાના આચાર્યશ્રી દ્વારા દાતાઓનુ સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રકારનું  દાન આ ટ્રસ્ટ  દ્વારા છેલ્લા બે વર્ષથી અવિરત     કરવામાં આવે છે ત્યારે ગામજનો તથા શાળાના આચાર્ય દ્વારા દરેક દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *