Eduction:રાજ્ય સરકારની પ્રોત્સાહન આર્થિક સહાય હવે વિદ્યાર્થીઓના ખાતામાં થશે જમા
ગુજરાત સરકાર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ 7500 રુ. સહાય શાળાને આપવામાં આવતી હતી પરંતુ આ યોજનામાં અનેક ગેરરીતિ સામે આવી હતી જેથી સરકારે આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, સારી બાબત એ છે કે, સરકારે માત્ર શાળાને અપાતી યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને સહાય મળશે જ, પરંતુ ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળાની દખલગીરી નહિ રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં હેઠળ રાજયમાં ચાલતી સ્વનિર્ભર બિન સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને શિક્ષણનું સ્તર સુધરે તે માટે શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની આ યોજના અમલમાં આવી હતી.