ગુજરાતમાં સરકારે નર્સરીમાં Conocarpus ના ઉછેર પર લગાડ્યો પ્રતિબંધ
ગુજરાતમાં વન વિભાગ દ્વારા રાજ્યમાં નર્સરીમાં કોનોકાર્પસના વાવેતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોનોકાર્પસના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાથી વન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વનવિભાગ દ્વારા પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસનો ઉછેર વધી રહ્યો છે ત્યારે સંશોધન મુજબ આ પ્રજાતિના પર્યાવરણ અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો જાણવા મળી છે. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનજ લાઈન અને પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે જેના પરાગરજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરીકોમાં શરદી ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શક્યતા રહે છે માટે સરકારી નર્સરીમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.