November 21, 2024

Gujarat: રાજ્યના 2 લાખ શિક્ષકોને અપાઈ CPR ટ્રેનિંગ

photo gujarat update

શિક્ષકો બાળકોના ઘડતરમાં ઉમદા ફાળો આપે છે અને આ સાથે જ સમાજના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપતાં હોય છે. શિક્ષકો પોતાની જવાબદારીના કારણે ઘણાં લોકો સાથે જોડાયેલા હોય છે ત્યારે તેઓ શિક્ષણ સાથે જ લોકોને ઈમર્જન્સીમાં તબીબી સારવારમાં પણ મદદ કરી શકે એ માટે ગુજરાતના 2 લાખ જેટલાં શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી.

photo gujarat update

આ સંદર્ભે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે શિક્ષકોએ CPR ની ટ્રેનિંગ લીધી હતી. જો કોઈને હાર્ટ એટેક જેવી સમસ્યા સર્જાય તો તબીબી સારવાર મળે એ પહેલાં ઈમર્જન્સીમાં શિક્ષકો તેમની મદદ કરી શકે એ હેતુથી આ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં શિક્ષકો ઉપરાંત નિષ્ણાંત તબીબો, રાજકીય નેતાઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *