May 15, 2025

Google Maps: ગૂગલ મેપ્સમાં ‘India’ સર્ચ કરતાં જ દેખાશે ‘Bharat’

photo credit google

સરકાર દ્વારા દેશનું નામ ઇન્ડિયા બદલીને ‘ભારત’ કરવાની અટકળો ચાલી કહી છે પરંતુ હાલમા દેશનું ઓફિશિયલ અંગ્રેજી નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવામાં આવ્યું નથી, પરંતુ ગૂગલ મેપમાં આ નવા નામ બદલવાના સંકેતો દેખાઈ રહ્યા છે, કારણ કે જો તમે ગૂગલ મેપમાં ભારત સર્ચ કરો છો, તો તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી છે કે અંગ્રેજી તેનાથી કોઈ ફરક નહિ પડે, જો તમે હિન્દી અથવા અંગ્રેજીમાં India લખો છો, તો પણ Google તમને પરિણામ સ્વરૂપે માત્ર ભારત જ બતાવશે.
જો તમે ગૂગલ મેપ્સના હિન્દી વર્ઝન પર ભારત ટાઈપ કરશો તો તમને ભારતના નકશાની સાથે બૉલ્ડમાં ‘ભારત’ લખેલું જોવા મળશે. વળી, જો તમે ગૂગલ મેપના અંગ્રેજી એડિશન પર જાઓ અને Bharat લખો, તો તમને સર્ચ પરિણામોમાં દેશના નકશા સાથે India લખેલું દેખાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ફક્ત ગૂગલ મેપ્સ પર જ નહીં, પરંતુ ટેક કંપનીના અન્ય પ્લેટફોર્મ પર પણ જો ઇન્ડિયા અને ભારત લખવામાં આવે છે, તો પણ પરિણામ આવું જ મળશે. જો યૂઝર્સ ગૂગલ સર્ચ, ગૂગલ ટ્રાન્સલેટર, ગૂગલ ન્યૂઝ જેવી એપ્સ પર જાય છે અને ઇન્ડિયા અથવા ભારત ટાઇપ કરે છે, તો તેમને સમાન પરિણામો મળી રહ્યા છે. જો કે, ગૂગલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.