તેલુગુ માધ્યમના સન 1998/99 બેચના વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધર સંમેલન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મારુતિ નગર તેલગુ માધ્યમના અને 1998/1999 ની બેચના ધોરણ 7 માં ભણેલા વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધર ના કાર્યક્રમ પર્વતગામમાં આવેલા બજરંગ નગર સોસાયટીની શ્રી કલ્યાણ વેંકટેશ્વરા સ્વામી કલ્યાણ મંડપમાં યોજવામાં આવ્યું હતું. સિલ્વર જુબીલી (૨૫ વર્ષ) ના લાંબા સમયગાળા બાદ એકબીજાને મળ્યા હતા,આ પ્રસંગે તેઓએ સ્કૂલના કિસ્સાઓને યાદ કર્યા હતા,હાલ એક બીજાની લાઇફમાં શું ચાલી રહ્યું છે એ અંગે પણ ચર્ચા કરી હતી,કેટલાક એવા મિત્રો પણ હતા જે આ આત્મીય સંમેલનમાં હાજરી આપવા માટે બહારગામ થી આવ્યા હતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગુરૂજનોને સન્માન કરી તેમના અભ્યાસથી નિવૃત્ત જીવનમાં આગળ વધી ગયા ની વાતો કરી હતી,આ સંદર્ભે આચાર્ય અને તેલુગુ સમાજના અગ્રની શ્રી રાપોલું બુચીરામુલું એમના પોતાના પ્રસંગમાં જણાવ્યું હતું કે માતા-પિતા ગુરૂજનો અને મિત્રોને હંમેશા આદર કરવાનું તેમ જ સાથી મિત્રોને હંમેશા સાથ સહકાર આપવા માટેના સૂચનો કર્યા હતા,આ કાર્યક્રમમાં શિક્ષકો બુચૈયા યાદગીરી સત્યનારાયણ,શ્રી નિવાસ,વિદ્યાસાગર, નરેન્દર, કનકૈયા, અને સમાજના આગેવાન શ્રી માટેટી સોમન્ના હાજર હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ ભાસ્કરાચારી,રમેશ, વિજયલક્ષ્મી તરુણી,પામું યાકામ્બ્રમ,દિકોંડા સતીશ, રવ્વારામુ,પેચૂરી અરુણ,એનગંદુલા રમેશ,કોટા કિરણ, વેમુલા રવિ,સતીશ, વેન્કન્ના અડલુરી, ડૉ.રાપોલું સુનિલ,ભવાની,એડવોકેટ રમેશ અને ડોક્ટર રાજેશ વગેરે એ જહેમત ઉઠાવ્યા હતા.