ઘરમાં વિઘ્નહર્તાની સ્થાપનામાં રાખો કેટલીક બાબતોનું ધ્યાન
ગણેશ ચતુર્થીના રોજથી ઘણાં લોકો ભગવાન ગણેશની સંપૂર્ણ વિધિવિધાન સાથે તેમના ઘરમાં સ્થાપના કરે છે. જો તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન ગણેશને ઘરમાં સ્થાન આપવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે શું કરવું અને શું ન કરવું.
– ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં એવી ગણપતિની મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ જે અધૂરી હોય અથવા તો તૂટી ગઈ હોય.
– ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ત્યારે પૂજામાં કેતકીના ફૂલ કે તુલસીના પાનનો ઉપયોગ ન કરવામાં આવે.
-જે ભગવાન ગણેશની પુજા કરનારે શરીર અને મનને શુદ્ધ કરવું જોઈએ, કોઈના વિશે નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
-ગણેશ ચતુર્થીના દિવસે વ્યક્તિએ દિવસના સમયે સૂવું ન જોઈએ.
-જેઓ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે તેમણે પોતાના ઘરમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ.
-ઘરમાં ગણેશજીની સ્થાપના ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં કરવી જોઈએ. તેમજ આ દિશામાં મુખ રાખીને પૂજા કરો.
-ગણેશજીને લાલ રંગ વધુ પસંદ છે તેથી ગણેશ ચતુર્થીના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ.
-તમારા ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી રહ્યા છો, તો તમારે તેમની આરતી અને પૂજા સમયસર કરવી જોઈએ.
-ભગવાન ગણેશને મોદકનો પ્રસાદ પસંદ છે, તેથી તેમને મોદક અવશ્ય ચઢાવો.