ઉધના રેલવે પોલીસના કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પ્રકાશભાઈની છેવટે બદલી
- કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકવાલાની આગેવાનીમાં રિક્ષાચાલકોએ રેલવેના પોલીસ ઈન્સ્પેક્ટરને કરેલી રજૂઆત ફળી
ગત ૯/૧૨/૨૦૨૪ નાં રોજ રાત્રે ઉધના રેલવે સ્ટેશન ખાતે જી.આર.પી. પોલીસ કર્મી પ્રકાશભાઈ દ્વારા એક શ્રમિક આધેડ વયનાં મુસ્લિમ રિક્ષાચાલક સલીમભાઈ શાહ સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. પ્રકાશભાઈએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ સલીમભાઈની દાઢી (સુન્નતે રસુલ)પરથી મુસ્લિમ સમાજ માટે અશોભનીય શબ્દો કહ્યા હતાં.
જેનાથી વ્યથિત ઉધના રેલવે સ્ટેશનનાં મુસ્લિમ સહિત અન્ય સમાજનાં શ્રમિક રિક્ષાચાલકોએ કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ ગત ૧૧/૧૨/૨૦૨૪નાં રોજ પી.આઈ.શ્રી પટેલ જી.આર.પી.,સુરત તેમજ પી.એસ.આઈ. લાલસિંહ પરમારને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસકર્મી પ્રકાશભાઈ વિરુદ્ધ લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
દરમ્યાન જાણવા મળ્યું છે કે,વિવાદી પોલીસકર્મી પ્રકાશભાઈની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે. જેનાથી ઉધના રેલવે સ્ટેશનનાં સૌ શ્રમિક રિક્ષાચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સૌ રિક્ષા ચાલકોએ પી.આઈ. અને પી.એસ.આઈ.નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યું છે.