October 31, 2024

પાલિકાના બાકી વેરાના વ્યાજ-પેનલ્ટી માફ કરાશે, સરકારનો મોટો નિર્ણય

  • આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
  • 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરનારના વ્યાજ, પેનલ્ટી, નોટિસ ફી માફ કરાશે
  • 2023-24નો એડવાન્સ વેરો ભરનારને 10 ટકા અને ઓનલાઈન પેમેન્ટ માટે 5 ટકા રાહત અપાશે

ગુજરાતની તમામ નગરપાલિકાના કરદાતાઓ માટે આજે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત બાકી વેરો ચૂકવનારને તમામ પ્રકારના દંડ-ફીમાંથી મુક્તિ અપાશે અને એડવાન્સ વેરો ભરનારા ઉપરાંત ઓનલાઈન વેરો ભરનારા કરદાતાઓને પણ પ્રોત્સાહક વળતર આપવાનો નિર્ણય કરાયો છે.

CMO Gujarat ટ્વિટર દ્વારા મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’ અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓમાં તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા બાબતે નાગરિકોને રાહત આપતો જનહિતકારી નિર્ણય જાહેર કરાયો છે. જે મુજબ 31મી માર્ચ 2022 કે તે પૂર્વેના તમામ પ્રકારના વેરા માર્ચ 2023 સુધીમાં ભરપાઈ કરનારા નાગરિકોને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફીમાંથી 100 ટકા માફી અપાશે. એટલે કે નેટ વેરા ઉપરાંતની તમામ પ્રકારની દંડની રકમ માફ કરી દેવામાં આવશે.

વધુમાં જણાવાયું છે કે વર્ષ 2023-24ના વેરાની રકમ જો કોઈ નાગરિક 30મી જૂન 2023 સુધીમાં ભરી દેશે એટલે કે એડવાન્સ ટેક્સ ચુકવશે તો તેમને વેરાની રકમના 10 ટકા રિબેટ મળશે. ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાના હેતુસર જો કોઈ કરદાતા ઓનલાઈન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્સ ભરશે તો તેમને વધારાનું 5 ટકા રિબેટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *