નવસારી DGVCLને સુરત સર્કલમાં સમાવવાનો ઉગ્ર વિરોધ

- નવસારીમાં વીજ કંપનીની નવી સર્કલ ઓફિસ બનાવવા માંગ
- માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી, સીઆર પટેલને લખ્યો પત્ર
DGVCL છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારતભરમાં શ્રેષ્ઠ કામગીરી માટે ભારત સરકારના ઊર્જા વિભાગ તેમજ અન્ય ઓટોનોમસ બોડી દ્વારા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતી સરકારી વિજ કંપની રહી છે.09/04/25ના રોજ સુરત DGVCLના કોર્પોરેટ ઓફિસ દ્વારા આપેલ એક પત્ર DGCS/0399/04/2025 માં જાણ કરવામાં આવી છે કે હવે નવસારીમાં કાર્યરત DGVCLની સિટી/રુરલ ડિવિઝનને સુરત સિટી સર્કલના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવશે — જે નવસારી જેવા જિલ્લા કેન્દ્ર અને મહાનગરપાલિકા દરજ્જાવાળા શહેર માટે ઘોર અપમાનજનક છે.વિકાસશીલ નવસારીના તમામ પાસાઓનો અભ્યાસ કરશો તો સ્પષ્ટ થશે કે નવસારી કેન્દ્રને DGVCLની નવીન સર્કલ ઓફિસ મળવી જ જોઈએ ,નવસારી ekdum હકદાર છે.તો નવસારી જિલ્લા ની 5 લાખ જનતા વતી અમારી સરકારશ્રી સમક્ષ માંગ/અપેક્ષા છે કે આ નિર્ણય ને રદ કરી નવસારી ને અપમાનિત કરતું બચાવે અને નવસારી માં નવીન સર્કલ ઓફિસ બનાવી પ્રગતિશીલ નવસારી ને ચાર ચાંદ લગાવે.

આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો નવસારીની અસ્મિતા, આંન, બાન અને શાન માટે સમગ્ર વેપારી વર્ગ અને જનતા ગાંધીજીના ચીંધેલા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે — જે ન્યાય માટેનો અવાજ રહેશે અને નવસારીના અધિકાર માટે લડત આપશે.