November 23, 2024

ફેસબુક પર હવે અંગત પળો શેર કરી નહિ શકાય:Mssenger થશે બંધ

આજે એક મોટો વર્ગ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે જેમાં ઘણાં લોકો તો એવા હશે જેઓની આંખો પણ સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા જ ખુલતી હશે. એક વાત તો છે કે, આ માધ્યમ થકી જે આપણાથી દૂર હોય એના નજીક હોવાનો અહેસાસ કરી શકીએ છીએ અને સતત એકબીજા સાથે જોડાયેલા પણ રહી શકીએ છીએ. જો કે, ઘણાને એવા અનુભવો પણ હશે કે સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા મિત્રો બન્યા બાદ તેઓ આજીવન લગ્નના સુત્રે પણ બંધાયા હોય. આવા લોકો માટે તો ફેસબુકનું Mssenger એક આશિર્વાદથી કમ નહિ હોય. જ્યારે એવા પણ ઘણાં લોકો હશે જેઓ Mssenger ના માધ્યમ દ્વારા ઠગાઈનો ભોગ બન્યા હોય અને કોઈની લોભામણી વાતોમાં આવી જઈને પોતાનું આખું જીવન બરબાદ કરી ચુક્યા હોય.

સોશિયલ મીડિયાની આવી અઢળક યાદો અને વાતો તો ચાલતી જ રહેશે, પણ મહત્વના સમાચાર એ છે કે, એક રિપોર્ટ પ્રમાણે ફેસબુક મેસેન્જરની એપ્લીકેશન જલદી બંધ થઈ શકે છે. કેટલાક યૂઝર્સને આ સંબંધમાં મેસેજ પણ મોકલવામાં આવી રહ્યો છે. જો તમે પણ મેસેજ માટે કે પછી ચેટિંગ માટે ફેસબુકની મેસેન્જર એપ્લીકેશનનો ઉપયોગ કરો છો તો તમે તેનું બેકઅપ લઈ શકો છો. 

ટેકક્રંચના રિપોર્ટ પ્રમાણે ફેસબુક પોતાની Messenger Lite App ને આગામી મહિને બંધ કરી શકે છે. કંપની લાઇટ વર્ઝન એપનો ઉપયોગ કરનાર યૂઝર્સને મેસેજ પણ સેન્ડ કરી રહી છે કે તેઓ ચેટિંગ કરવા માટે ઓરિજનલ મેસેન્જર એપનો ઉપયોગ કરે. 

કંપનીએ યૂઝર્સ માટે એપ્લીકેશનને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવી દીધી છે. હવે તમે પ્લે સ્ટોર પર એપને સર્ચ કરી શકશો નહીં.  Messenger Lite App એપ વર્તમાન યૂઝર્સ માટે આગામી મહિનાની 18 તારીખે બંધ થઈ જશે, તેથી તમારા માટે જરૂરી છે કે તમે આ તારીખ પહેલા તેમાં રહેલા જરૂરી ચેટનું બેકઅપ લઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો