Election:પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો થઈ જાહેર
ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે જ્યારે બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે.
આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે ત્યારે મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે અને છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં 7 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે જ્યારે 17 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન યોજાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી 30 નવેમ્બરે યોજાશે. જો કે, ખાસ વાત છે કે, 3 ડિસેમ્બરે તમામ પાંચેય રાજ્યોની મતગણતરી યોજાશે.