July 1, 2025

લિંબાયતમાં શિક્ષણ સમિતિ શાળા મહોત્સવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કેન્દ્ર 25 ખાતે શાળા ક્રમાંક 225, 119, 226 તથા 323 ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવેલ હતો જેમાં અતિથિ વિશેષ ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર ભાઈ પાટીલ, વોર્ડ નંબર 25 ના મહામંત્રી શ્રી બુચ્ચીરામોલુ રાપોલુ, દિનેશભાઈ વાઘ, સીઆરસી શ્રી રિઝવાન ભાઈ શાળાના આચાર્ય શ્રી વિજયરાજ પાટીલ, શ્રી કિશોરભાઈ પાટીલ, મેહુલભાઈ ચૌધરી, શ્રી વિકાંત ગામીત વાલીગણ એસએમસી સભ્યો બાળવાટિકા માં પ્રવેશ પામનાર બાળકો તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. તમામ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવેલ જેમાં સરકાર શ્રી દ્વારા બેગ અને જરૂરી તમામ સાધનો બાળકોને આપવામાં આવેલ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવેલ તથા શાળા ખાતે 100% હાજરી આપનાર બાળકનું સન્માન કરવામાં આવેલ.

અધ્યક્ષ સ્થાને રહેનાર ડેપ્યુટી મેયર શ્રી દ્વારા શિક્ષકોને બાળકોને તથા વાલીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન આપેલ. સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ યોજના અને સિદ્ધિઓ અંગે જાણકારી આપવામાં આવેલ અને ખાસ વિસ્તારમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ અને કોલેજ નો અભ્યાસ થી વંચિત ન રહે તે ખાતર શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં સરકારશ્રી તથા બહેન શ્રી સંગીતાબેન પાટીલ અને શ્રી સી આર પટેલશ્રી ના પ્રયત્નો ને બિરદાવવામાં આવેલ ઉપરાંત એસએમસી અને શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જાણકારી આપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *