માનદરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ
- ટેનામેન્ટ હિતરક્ષક સમિતિના કન્વીનર તેમજ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ
- દિવાળી સુધીમાં યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો મહારેલી, આવેદનપત્ર, ઉપરાંત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી
માનદરવાજા ટેનામેન્ટના ઘરવિહોણાં રહીશોની મીટિંગ, રીડેવલપમેન્ટ અંગે તાત્કાલિક ઉકેલ લાવવા માંગ બી ટેનામેન્ટ પાસે માન દરવાજા ટેનામેન્ટ હિત રક્ષક સમિતિનાં નેજા હેઠળ એ,બી અને સી ટેનામેન્ટવાસીઓની અગત્યની “જનરલ મીટીંગ” માં મોટી સંખ્યામાં ફલેટ હોલ્ડર/કબ્જેદારો ઉપસ્થિત રહ્યા.ટેનામેન્ટ રિ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૧૮ થી સતત ચોથી વાર ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં વહીવટી જડ નીતિ તેમજ આંબેડકર શોપિંગ સેન્ટરનાં દુકાનદાર/ઓફિસ ભાડુઆત દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ હોવાથી કોઈ વિકાસકાર રસ દાખવતા નથી.ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ દ્વારા માત્ર ઠાલા વચન સિવાય કંઈ મળતું નથી જેથી સૌ ટેનામેન્ટનાં શ્રમિક પરિવારોમાં અસંતોષ વધ્યું.આવનાર ટૂંકા દિવસોમાં પ્રથમ માન દરવાજા ટેનામેન્ટ હિત રક્ષક સમિતિનાં નેજા હેઠળ આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અને મેયરશ્રીને ટેન્ડર પ્રક્રિયામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ બાબતે ઘર વિહોણા બનેલ ૧૩૧૨ ફલેટ હોલ્ડરનાં હિતમાં તાત્કાલિક નિર્ણય આવે એ માટે જરૂરી કાર્યવાહી કરવા “આવેદન પત્ર” આપી રજુઆત કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર એના જડ વલણમાં અડગ રહે તો દિવાળીનાં પર્વ બાદ ટેનામેન્ટનાં રહેવાસીઓ પોતાના પરિવાર સાથે પગપાળા “મહારેલી” કાઢી મનપા કચેરી પહોંચશે.ટેનામેન્ટવાસીઓ હક્ક અધિકાર માટે આવનારા દિવસોમાં મનપા તંત્ર સામે “ગાંધી ચિંધ્યા” માર્ગે આંદોલન કરવામાં આવશે.– અસલમ સાયકલવાલા(કન્વીનર,માન દરવાજા ટેનામેન્ટ હિત રક્ષક સમિતિ)