ચંદ્ર ગ્રહણના કારણે ડાકોરમાં સમય બદલાયો: દૂધપૌંઆ આજે ધરાવાશે
શરદપૂર્ણિમાના દિવસે થનાર ચંદ્રગ્રહણના કારણે ડાકોરના ઠાકોર રણછોડરાયના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાના કારણે ડાકોરના દ્વાર વહેલા બંધ થશે. આવતીકાલે વહેલી સવારે 03:30 વાગ્યાના અરસામાં મંગળા આરતી થયા બાદ સાંજના 4 વાગ્યાના અરસામાં મંદિરના દ્વાર બંધ થશે. આ કારણે શરદપૂર્ણિમાના રાસોત્સવના ઉત્સવમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો છે. મંદિરમાં આજે સાંજે રાસોત્વના ઉત્સવનું આયોજન કરાયું છે. ભગવાન રાજા રણછોડરાયને દૂધ પૌવાનો ભોગ આજે સાંજે ધરાવી દેવાશે. શરદપૂર્ણિમા પર ધરાવાતો રત્નજડિત મુગટ રાજા રણછોડજીને આજે ધરાવવામાં આવ્યો છે.
વર્ષનું છેલ્લું અને બીજું આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. અત્યાર સુધી લાગેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળ્યા નહતા આથી તેમનો સૂતક કાળ પણ માનવામાં નહતો આવ્યો. આ ચંદ્રગ્રહણની અસર થશે જેથી સૂતકકાળ પણ માન્ય રહેશે.