July 1, 2025

કતારગામ સીઓપીની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા સીઆર પાટીલનું વચન

  • કતારગામ વિસ્તારના નાગરીકોની સોસાયટીઓની COPમાં વાડીઓના રિઝર્વેશનના વિવાદનો ઉકેલ લાવવા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબને રજુઆત કરવામાં આવી

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં મા આવેલ વર્ષો જૂની ઘણી સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા નાના પ્લોટો, નાના મકાન તેમજ સોસાયટી ના COP માં બનાવેલ સોસાયટી વપરાશ ની વાડી ઓ પર કોર્પોરેશન દ્વારા મુકવામાં આવેલ રિજર્વેશનથી લોકો ખૂબ જ પરેશાન હતા જે બાબતે આજ રોજ સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી પરેશ ભાઈ પટેલ સાથે મળી ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી ઓ શ્રી હર્ષભાઈ સંઘવી અને શ્રી મુકેશભાઈ પટેલ ની હાજરી માં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબ ને રજુઆત કરવામાં આવી હતી જેમણે તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર ના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ પ્રકારે સોસાયટી ની વાડી અને મકાન ના કબ્જા નહીં લેવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભાર પૂર્વક રજુઆત કરી હતી સુરત મહાનગર પાલિકા ના કમિશનર શ્રી સાથે પણ વાત કરી આ પ્રકારે લોકો ને કબ્જા નહીં લેવા કડક સૂચના આપી જેથી રજુઆત કર્તા અસરગ્રસ્ત સોસાયટી ના પ્રમુખ શ્રીઓ એ હાશકારો અનુભવ્યો હતો અને માનનીય મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતોશૈલેશ શુક્લ(મીડિયા કન્વીનર સુરત મહાનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *