November 21, 2024

corona: અમદાવાદમાં કોરોના સંક્રમિત 82 વર્ષિય વૃધ્ધાનું સારવારના અંતે મોત

photo credit google

ચીન બાદ ફરીથી ઘીમી ગતીએ કોરોનાએ ભારતમાં પણ એન્ટ્રી કરી દીધી છે અને ઝડપથી કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલાં 82 વર્ષિય વૃધ્ધાનું મોત થતાં તંત્ર સક્રિય થયું છે.

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફરીથી ફેલાઈ રહ્યો છે અને કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત 82 વર્ષિય મહિલાનું મોત થતાં તંત્ર સક્રિય બન્યું છે. ઉલ્લેખનિય છે કે, રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને અક્ષરકૃપા હોસ્પિટલમાં આ દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા 2 કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે જેમાં એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે.

દેશમાં કોરોનાના નવા વાયરસ JN.1 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં JN.1ના કેસ નોંધાયા છે ત્યારે એક્ટિવ કોરોના વાયરસ કેસો મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે તે સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *