Corona:વલસાડમાં નોંધાયો કોરોનાનો કેસ:આરોગ્ય તંત્ર થયું સતર્ક
શિયાળાની સિઝન શરુ થઈ રહી છે અને આ બદલાતી સિઝનમાં મોટા ભાગના લોકોને ખાંસી-ઉધરસની તકલીફ થઈ રહી છે ત્યારે આવી પરિસ્થિતમાં જો લાંબો સમય ચાલે અને તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણકે, વલસાડ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી છે. વલસાડમાં ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું થયું છે.
નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દર્દીને સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના બાદ કોરોના પોઝિટિવ દર્દી દાખલ થતા સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને લોકોને પણ સાવચેત રહેવા જણાવી રહ્યા છે.