July 2, 2025

ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી

આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત સર્વ સમાજ માટે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજલી પણ અર્પણ કરવામાં આવી હતી આજે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના અડાજણ સ્થિત શ્રી પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન શ્રી પરશુરામની પ્રતિમાને શાસ્ત્રો વિધિ યુક્ત અભિષેક કરી પૂજા કરાઈ હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિના મુલ્યે સર્વ સમાજ માટે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા સનાતનીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરતમાં વસતા બ્રમ્હસમાજના આગેવાનો તથા બ્રાહ્મણો મોટી સંખ્યામાં જોડાયા હતા.શ્રી સમસ્ત ગુજરાત બ્રમ્હસમાજ નાં પ્રદેશ સંગઠન મંત્રી તથા સુરત એકમ પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિતે શ્રી સમસ્ત ગુજરાત બ્રમ્હસમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી હતી અને સાથે સાથે સેવાકીય કાર્ય માટે સર્વ સમાજ માટે વિના મુલ્યે મેડીકલ કેમ્પ પણ રાખ્યો હતો સાથે સાથે કાશ્મીરમાં જે ઘટના બની તેમાં આપણા સનાતની ભાઈઓ જે મુત્યુ પામ્યા જેઓને આતંકવાદીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.આજરોજ આ કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ બ્રહ્મસમાજ ની પેટા જ્ઞાતિઓ ના લોકો જોડાયા હતા અંતમાં સૌ સામૂહિક આરતી કરી પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. આ કાર્યક્રમમાં ૫૦૦ થી વધુ લોકોએ આ સેવા પૂજામાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *