Causeway Open : રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે ખુલ્લો મુકાયો
ચોમાસા દરમિયાન ઓવરફ્લો થવાને કારણે સુરતના રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતા જે આજે ફરીથી ખુલ્લો મુકાતા વાહનચાલકોએ રાહત અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, પાણીની સપાટી વધતા સાવચેતીના ભાગરુપે પાલિકા દ્વારા ગત 9 સપ્ટેમ્બરના રોજ કોઝવેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
હાલમાં હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે ત્યારે સાફસફાઈ બાદ વાહન ચાલકો માટે કોઝવે ખુલ્લો મુકાતાં વાહન ચાલકોને ભારે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે તેમજ સમયનો પણ બચાવ થશે. જો કે, વિયર કમ કોઝવેમાં સુરત માટે પીવાનું પાણી સંગ્રહ કરવામાં આવે છે અને હાલમાં તે ભરાઈ જવાથી પાણીની સમસ્યામાંથી પણ રાહત મળશે ત્યારે એક માસ બાદ કોઝવે ખુલતાં વાહન ચાલકોની હાલાકીનો અંત આવ્યો છે.