VISA:કેનેડામાં રહેતા નાગરિકો માટે વિઝા સર્વિસ ફરી શરૂ
હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ દરમિયાન, ભારતે 25 ઓક્ટોબરે ફરીથી કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી છે. જોકે આ વિઝા માત્ર બિઝનેસ અને મેડિકલ સંબંધિત કામ માટે આવતા લોકોને જ મળશે.
કેનેડાના ઓટાવામાં હાજર ભારતના હાઈ કમિશને સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે વિઝા સેવા- પ્રવેશ વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીમાં શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ વિવાદ સર્જાયો હતો.