November 21, 2024

નવસારીમાં AHP, RBD અને NMMAના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો

  • 87 યુનિટ રક્ત એકત્ર કરી શુશ્રુષા બ્લડ બેન્કને સોંપાયું, રક્તદાન ચાલુ રાખી 101 યુનિટ રક્તદાનનો પ્રયાસ ચાલુ

હિંદુ હૃદય સમ્રાટ કેન્સર સર્જન ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી દ્વારા સ્થાપિત દેશનું એક માત્ર હિન્દુ સંગઠન AHP – RBD છે. જેનો સંકલ્પ હિન્દુ હી આગે ની સાથે હિન્દુસ્થાનનો દરેક હિન્દુ સમૃદ્ધ, સુરક્ષિત અને સન્માન્યુક્ત બને તે માટે કાર્યરત છીએ. 24 જૂન AHPના સ્થાપના દિવસ નિમિતે AHP-RBD (આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળ) નવસારી અને NMMA (નવસારી મેટલ મરચંટ એન્ડ મેન્યુફેકચરસ્ એસોસિએશન)ના સહયોગ/બેનર સાથે 25/6/23ના રોજ શ્રીમોઢ ઘાંચી સમસ્ત પંચની વાડી, દુધિયા તળાવ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌના સહકારથી 87 યુનિટ બ્લડ બેગ એકત્રિત કરી શુશ્રુષા બ્લડ બેંકને આપી છે.

AHP અને NMMAના અધ્યક્ષ રાકેશ શર્માએ જણાવ્યું હતું કે 26 વ્યક્તિઓ રક્તદાન માટે આવ્યા હતાં પરંતુ ઓછા હિમોગ્લોબીનના કારણે રક્તદાન કરી શક્યા નહતા. કાલે સાંજ સુધી બીજી 14 બેગ donate કરાવી 101નો આંકડો થાય તેવા પ્રયત્ન કરીશું. આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં AHP (આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ)ના જિલ્લા અધ્યક્ષ અને NMMA નવસારી મેટલ મરચંટ એન્ડ મેન્યુફેકચરસ્ એસોસિયેસનના અધ્યક્ષ રાકેશ કિશોરભાઈ શર્માની સાથે તેમની ટીમના અનિલ શર્મા, ચેતન પટેલ, ભાવેશ ઠક્કર, વિજય ઉપાધ્યાય, સુરેશભાઈ પટેલ, દીપકભાઈ કંસારા, સુરેન્દ્ર મહેતા, સંતોષ મહેતા, પ્રતીક શાહનો સહકાર મળ્યો હતો. સૌ રક્તદાતા ભાઈઓ તથા બહેનોનો આભાર માનવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નવસારીના પત્રકાર જીતુભાઈ પટેલ, પ્રદીપભાઈ પાંડે, વૈશાલીબેન રાજપૂતની સાથે CA સંજયભાઈ ગાંધીએ વિશેષ હાજરી આપી એમણે પ્રોત્સાહિત કર્યા હતાં. શુશ્રુષા બ્લડ સેન્ટર દ્વારા અમને ટ્રોફી આપી સન્માનિત કર્યા તે બદલ શુશ્રુષા બ્લડ સેન્ટરનો AHP – RBD અને NMMA ખુબ ખુબ આભાર માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *