સુરત શહેર-જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ યોજાશે
સુરત:ગુરુવાર: મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે સુરત શહેર-જિલ્લામાં તા.૨૧/૦૮/૨૦૨૩ સુધી બુથ લેવલ ઓફિસર(BLO) દ્વારા દરેક ઘરની રૂબરૂ મુલાકાત લઈ ઘરના તમામ સભ્યોની વિગતો એકઠી કરવાની, ચકાસણી કરવાની તથા જરૂરી ફોર્મ ભરવાની કામગીરી કરાશે. વિવિધ સુધારા-વધારા સહિત તા.૦૧.૦૧.૨૦૨૪ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.
મતદારયાદીમાં નામ નોંધવવા માટે ફોર્મ નં.૬, મતદાર ઓળખકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા ફોર્મ નં. (ખ), મૃત્યુ-લગ્ન થવાથી સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં.૭ તથા ઓળખકાર્ડમાં નામ, અટક, જન્મ તારીખ, ફોટો સુધારવા, સ્થળાંતર માટે ફોર્મ નં.૮ ભરવાનું રહેશે.
BLOની મુલાકાત સમયે તમામ સાચી વિગતો જણાવવા/પૂરી પાડવા તથા ઘરના નોંધાવાને પાત્ર દરેક વ્યક્તિના ફોર્મ–૬ અને ૮ તથા જે વ્યકિત મૃત્યુ પામ્યા હોય કે કાયમી સ્થળાંતરિત થયા હોય તેના ફોર્મ–૭ અચૂક ભરવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.