ભાજપે હરિયાણાની જીતની ભવ્ય ઉજવણી કરી
- ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતની ઉજવણી ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા મુખ્ય કાર્યાલય પંડિત દિન દયાળ ભવન – ઉધના ખાતે ફટાકડા ફોડી તથા જલેબી થી મીઠું મોહ કરાવીને કરવામાં આવી
- હરિયાણા રાજ્યમાં સતત ત્રીજીવાર કોઈ પણ પક્ષ દ્વારા સરકાર બનાવવામાં આવી હોય તેઓ પ્રથમ બનાવ
- ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ- કાશ્મીરમાં પણ ખુબ જ સરસ પ્રદર્શન
તાજેતરમાં યોજાયેલી હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હરિયાણામાં ઐતિહાસિક જીત હાંસલ કરવામાં આવી છે તથા જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ સરસ પ્રદર્શન કરવામાં આવ્યું છે.હરિયાણામાં આજ સુધી કોઈપણ પક્ષ દ્વારા સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં આવી હોય તેવા પ્રથમ બનાવ બન્યો છે અને દસ વર્ષના સુશાસન પછી ફરી એક વખત હરિયાણાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી તેને ઐતિહાસિક જીત અપાવી છે.આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા તથા તેમણે જે પ્રજા લક્ષી કામો કર્યા છે અને યોજનાઓ બનાવી છે તે તથા હરિયાણામાં જે ડબલ એન્જિન ની સરકાર હતી તેમના દ્વારા જે વિકાસના કામો થયા છે તે બદલ હરિયાણાની જનતાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે.ઉપરોક્ત પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરાજી એ વાત કરતાં જણાવ્યું હતું કે આ ખરેખર એક ઐતિહાસિક જીત છે . વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નીતિ રીતિ અને લોકપ્રિયતાની તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સુશાસનના અને પ્રજાલક્ષી કામો થયા છે તેનું આ પ્રતિબિંબ છે.
ઉપરોક્ત પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રવક્તા ડોક્ટર શ્રી જગદીશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતના મીડિયા કન્વીનર શ્રી રાજેશભાઈ દેસાઈ , સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી , દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાળા તથા ભારતીય જનતા પાર્ટી સુરત શહેર સંગઠનના અન્ય હોદ્દેદારશ્રી ઓ અને સુરત મહાનગરપાલિકાના નગરસેવક શ્રીઓ તથા આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(શૈલેશ શુક્લ મીડિયા કન્વીનર સુરત મહાનગર)