દશેરા નિમિત્તે યોજાશે ⚔️ શસ્ત્ર અને શાસ્ત્ર પુજન 📕
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ,બ્રાહ્મણ યુવા સંગઠન,બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત તથા સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ ગુજરાત દ્વારા પ્રવિત્ર દશેરાના શુભ દિવસે “શસ્ત્ર અને શાસ્ત્ર પુજન” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમ માં આપ સૌને પરિવાર સાથે જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.
તારીખ :- ૨૪/૧૦/૨૦૨૩, મંગળવારના રોજ સવારે ૮ થી ૯ કલાકે શ્રી પરશુરામ ગાર્ડન, શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, અડાજણ, સુરત ખાતે આ કાર્યક્રમ યોજાશે.
(ગુગલ લોકેશન – https://g.co/kgs/y61Mh4)
-: મુખ્ય યજમાન :-
શ્રી અનિલભાઇ વેદાણી (બગદાણા)
-:અથિતિ વિશેષશ્રીઓ:-
શ્રી નિતીનભાઈ મેહતા
(શ્રી અન્નપૂર્ણા માતા મંદિર)
શ્રી કપિલ દેવ શુકલ
(જાણીતા નાટ્યકાર)
આ કાર્યકમમાં દરેક બ્રાહ્મણ સમાજના બંધુઓ( યુવક/યુવતીઓ) પોતાનું શસ્ત્ર લઈને આવી શકે છે જેની સામૂહિક પુજા કરવામાં આવશે. જેમણે શસ્ત્ર જોઈતું હોય તેમણે રવિભાઇ જાની (મહામંત્રી, યુવા પાંખ 9979428220) નો સાંજે ૭ થી ૯ માં સંપર્ક કરવો.
નોંધ –
(૧) જે યુવક/યુવતીઓ પોતાનાં શસ્ત્રનું પુજન કરવાનાં હોય તેઓએ રવિભાઇ જાનીને નામ નોંધાવવા વિનંતી. જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
(૨) જે યુવક/યુવતીઓ શસ્ત્ર લઇને આવે તેમણે પોતાનાં શસ્ત્ર પર પોતાનુ નામ અને મોબાઇલ નંબરનું સ્ટીકર લગાવીને લાવવા વિનંતી.
આપ સૌની રાહ જોતા
🙏- રવિ જાની
🙏- ઈશાન રાવલ, પ્રમુખ બ્રહ્મણ યુવા સંગઠન
🙏- જયદીપ ત્રિવેદી,
પ્રમુખ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત.
ટ્રસ્ટી /મંત્રી બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત
🙏- વિનય વ્યાસ, સંગઠન મહામંત્રી, સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ ગુજરાત
“સંગઠિત બ્રાહ્મણ સમર્થ બ્રાહ્મણ”