October 31, 2024

અમેરિકામાં 2023માં બીજી દુનિયા તરફ દોરી જનારી ગુફા ખુલશેઃ એથોસ સૈલોમ

  • 2023માં અન્ય એક મહામારી પણ દુનિયામાં હાહાકાર મચાવશે તેવી ભવિષ્યવેત્તા એથોસની આગાહી
  • રાણી એલિઝાબેથનું નિધન, યુક્રેન-રશિયા યુદ્ધ અને ફિફા વર્લ્ડકપના વિજેતા વિષેની એથોસની આગાહી સચોટ પુરવાર થઈ છે
  • એથોસ પરામનોવૈજ્ઞાનિક છે, તેમની સરખામણી નોસ્ટ્રાડેમસ અને બાબા વેંગા જેવા સંત સાથે થાય છે

આપણા વિજ્ઞાને અદ્ભૂત પ્રગતિ કરી છે પરંતુ ઈશ્વર, અગોચર, બીજા વિશ્વ વિષે જાણવામાં હજુ વામણું પુરવાર થયું છે. ત્યારે બ્રાઝિલના જિપ્સી પરિવારના અને અગ્રણી પરામનોવૈજ્ઞાનિક એથોસ સૈલોમે એક નવી આગાહી કરી વિશ્વને ચોંકાવી દીધું છે. 35 વર્ષીય એથોસે આગાહી કરી છે કે અમેરિકામાં 2023માં એક ગુફા ખુલશે અને તે માનવજાતને બીજા વિશ્વ તરફ દોરી જવા સક્ષમ હશે.

એથોસની આગાહી અમેરિકાના એરિયા-51 વિષે છે, જે નેવાડામાં સ્થિત 2.3 મિલિયન એકર જમીનમાં ફેલાયેલું અમેરિકી વાયુસેનાનું મહત્વનું થાણું છે. એટલું જ નહીં, એરિયા-51 દાયકાઓથી UFO અને એલિયન્સના વિષયોની ફરતે સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. એથોસે એવી આગાહી કરી છે કે આ સ્થળે જમીનની નીચેથી એક ગુફાનું દ્વાર ખુલશે જે ત્રિ-પરિમાણીય પોર્ટલ તરફ દોરી જશે. આ ગુફા માનવજાતને અવકાશ તેમજ સમયના પરિમાણો વચ્ચે લઈ જવામાં સક્ષમ હશે. જેનાથી ભગવાન કે દેવતાઓ વિષેની માનવજાતની ઈચ્છા પણ સંતોષાશે.

અન્ય એક આગાહીમાં એથોસે કહ્યું છે કે એન્ટાર્કટિકાના બરફની વચ્ચે અનેક વાઈરસ દબાયેલા છે અને વધતાં ગ્લોબલ વોર્મિંગ વચ્ચે આ વાઈરસ સક્રિય થશે, જે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવવા સક્ષમ હશે. એથોસની આ આગાહી વૈજ્ઞાનિકોના કેટલાક સંશોધનોને પણ મળતી આવે છે. તાજેતરના રિસર્ચમાં હજારો વર્ષ જુના ઝોમ્બી વાઈરસની શોધ થઈ છે. 2021માં પણ તિબેટિયન ગ્લેશિયર્સમાં નિષ્ક્રિય પડેલાં 28 જેટલા વાઈરસ મળી આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *