November 21, 2024

OMG:હવે અંતિમ સંસ્કાર પણ કંપની કરી આપશે

આપણે કહેતાં હોઈએ છીએ કે કોઈના શુભ પ્રસંગોમાં હાજર નહિ રહીએ તો ચાલી જાય પરંતુ કોઈના મૃત્યુ સમયે તો અચુક હાજરી આપવી જ જોઈએ. જો કે, સમયની સાથે ઘણું બદલાતુ રહ્યુ છે અને આપણે ઘણાં પ્રસંગોમાં હવે તો ઓનલાઈન હાજરી આપતાં થયા છે અને જઈએ તો પણ ખાસ કરીને મહેમાનોની જેમ જ. કારણ કે, હવે તો એવી ઘણી કંપનીઓ છે જેઓ પૈસા લઈને તમારા કામો કે પ્રસંગો પાર પાડી આપે છે, પણ શુ તમે એવી કલ્પના પણ કરી શકો કે, હવે આપણાં સ્વજનોના અંતિમસંસ્કાર પણ કંપની કરશે! ઘણાંને આ ખબર નહિ હોય પરંતુ આવી પણ કંપની અસ્તિત્વમાં આવી રહી છે જેમાં પરિવારના કોઈપણ સભ્યની હાજરી વગર કંપનીના અજાણ્યા વ્યક્તિ દ્વારા જ મૃતકના અંતિમ સંસ્કારની બધી સેવા પુરી પાડવામાં આવે છે. એક એક્ઝીબિશનમાં અંતિમ સંસ્કારની સેવા પુરી પાડતી એક કંપનીનો સ્ટોલ જોવા મળ્યો. ભારતના માનવીય મૂલ્યોને શરમાવે તેવી આ બાબત છે. કંપનીની સભ્યપદ ફી રૂ. 37500/- છે. જેમાં પૂજારી, વાળંદ, કાંધિયા, સાથે ચાલનાર, રામ નામ સત્ય બોલનાર, બધા કંપનીના હશે. તદુપરાંત, કંપની પોતે જ અસ્થી પધરાવશે.

નવાઈની વાત એ છે કે, આ દેશની એક નવી સ્ટાર્ટ અપ કંપની છે, જેણે 50 લાખ રૂપિયાનો નફો કરી ચુકી છે. ભવિષ્યમાં તેનું ટર્નઓવર 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. કારણ કે કંપની જાણે છે કે ભારતમાં સંબંધો જાળવવા માટે કોઈની પાસે સમય નથી. વિચારો, આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *