શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની સામાન્ય સભા શ્રી સૌરાષ્ટ્ર ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, રામનગર, રાંદેર, સુરત ખાતે શ્રી દેવકીનંદન જોષી ના અઘ્યક્ષ પદે મળી હતી. જેમાં ગઈ સભાનું વાંચન,પ્રમુખ શ્રી નો એહવાલ,જાન્યુઆરી 2025 થી ત્રણ વર્ષ માટે હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક તથા પ્રમૂખશ્રી તરફથી રજુ થાય તે વિષયો પર કાર્ય કરવામાં આવ્યું હતુ. બ્રાહ્મણ સમાજના યુવક/યુવતિઓ માટે યુવા પાંખ તથા મહિલાઓ માટે મહિલા પાંખ સંગઠિત થાય એવા શુભ ઉદ્દેશ્યથી યુવા પાંખ તથા મહિલા પાંખ નું ગઠન કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. નવી કારોબારી કમિટીમાં પ્રમુખ તરીકે શ્રી જયદીપભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે શ્રી બીપીનચંદ્ર ત્રિવેદી, શ્રી સુરેશભાઈ વ્યાસ, શ્રી યોગીનભાઈ શુક્લ, શ્રી હરેશભાઈ જોશી, મહામંત્રી તરીકે શ્રી યોગીનભાઈ પાઠક અને શ્રી નિકુંજભાઈ આચાર્ય, સંગઠન મંત્રી તરીકે શ્રી સુભાષભાઈ શર્મા, શ્રી દક્ષેશભાઈ ભટ્ટ, શ્રી ગૌતમભાઈ પંડિત, શ્રી મહેશભાઈ વોરા, મંત્રી તરીકે શ્રી યોગેશભાઈ વ્યાસ, પ્રો. મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી ધર્મેશભાઈ ઠાકર, ખજાનચી તરીકે શ્રી અશોકભાઈ દવે તથા સહ ખજાનચી તરીકે શ્રી હિતેન્દ્રભાઈ દીક્ષિતની વરણી કરવામાં આવેલ છે. યુવા પાંખના પ્રમુખ તરીકે શ્રી રવિભાઈ જીતેન્દ્રભાઈ જાની તથા મહામંત્રી તરીકે શ્રી હર્ષભાઈ અશ્વિનભાઈ રાવલ ની તથા મહિલા પાંખના કન્વીનર તરીકે શ્રીમતી શીતલબેન સુરેશભાઈ વ્યાસ તથા શ્રીમતી કૈલાશબેન બીપીનચંદ્ર ત્રિવેદી ની વરણી કરવામાં આવેલ છે. સાથે
આ વર્ષે યોજાયેલ મહાકુંભ મેળામાં જઈ આવેલા પરિવાર નું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.
આવનારા દિવસોમાં સમાજ દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો વિશે ચર્ચા પણ કરવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે બ્રહ્મ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળા પ્રમાણમાં બ્રહ્મબંધુઓએ ભાગ લીધેલ હતો.