May 1, 2025

“Always Be Careful & Avoid Bad Company”

ગજેરા વિદ્યાભવનમાં ડૉ. રવિન્દ્ર પાટીલનો પ્રેરણાદાયક સંદેશ

આજ રોજ શ્રી એચ.જે. ગજેરા સેકન્ડરી અને હાયર સેકન્ડરી મિડીયમ સ્કૂલ, કતારગામ, સુરત ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. શૈક્ષણિક વર્ષ 2024–25 માટે આયોજિત આ ભવ્ય સમારોહમાં રમતગમત, IIMUN અને રંગોત્સવ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ 223 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ડૉ. રવિન્દ્ર પાટીલ (ભૂ.પૂ. ઉપમહાપોર, ભૂ.પૂ. ભાજપ ઉપપ્રમુખ – સુરત શહેર)
શ્રીમતી રંજીતા શર્મા ઉપસ્થિત રહ્યા. તેમના આગમનથી કાર્યક્રમની શોભા વધેલી હતી.

ડૉ. રવિન્દ્ર પાટીલએ વિદ્યાર્થીઓને “ABC” નો ખૂબ જ સહેલો પણ ઊંડો સંદેશ આપ્યો:
ABC
A – Always,
B – Be,
C – Careful
તેમણે આગળ ઉમેર્યું કે, “Avoid
Bad
Company”
એટલે કે ખરાબ સંગતથી દૂર રહેવું એ સફળ જીવનનું મૂળમંત્ર છે. તેમણે “Be” શબ્દ પર ખાસ ભાર મૂકીને કહ્યું:
Be Bold,
Be Brilliant,
Be Balanced,
Be Better Everyday.

આ સંદેશે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને ઊંચા સંકલ્પનું બીજ રોપ્યું. ઓડિટોરિયમ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યું.

આ સમારંભ સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, માતાપિતાઓ અને સમગ્ર આયોજન સમિતિનું યથાયોગ્ય માન આપવામા આવ્યુ.

વિદ્યાર્થીઓની સિદ્ધિઓએ માત્ર શાળા જ નહીં, સુરત શહેરને પણ ગૌરવાવિત કર્યું છે. આવા પ્રસંગો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નિમિત્ત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *