આંતરિક ફરિયાદ સમિતિમાં સભ્ય તરીકે એડ. પ્રીતિબહેન જોશીની વરણી
સરકાર દ્વારા પરિપત્ર પાઠવીને દરેક સરકારી કે અર્ધસરકારી સંસ્થામાં જાતીય સતામણી સેલ કમિટીની રચના કરવાનું જણાવવામાં આવ્યું હતું જે અંતર્ગત ચોર્યાસી તાલુકા પંચાયત અન્વયેની આંતરિક ફરિયાદ સમિતિમાં સભ્ય તરીકે સુરતના જાણીતા એડવોકેટ પ્રીતિબહેન જીગ્નેશભાઈ જોશીની વરણી કરવામાં આવી છે.
પ્રીતિબેન જોશી છેલ્લાં 30 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સક્રિય ફરજ બજાવવાની સાથે જ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જાતીય સતામણી સેલમાં મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે.