મકરસંક્રાંતિના મહાપર્વના દિવસે “પદ્મશાલી સમાજ” તરફથી રંગોલી સ્પર્ધા યોજાઇ
સુરત શહેરમાં સુડા સહકાર રેસીડેન્સી કુંભારીયા, સહજાનંદ સોસાયટી ગોડાદરા,આશાપુરી બાલાજી નગર પર્વત, સુમન શ્રુતિ ગોડાદરા, સુમન સંગીની પુના, ખાતે માર્કંડેય પદ્મશાલી સમાજ દ્વારા મકરસંક્રાંતિ (ઉત્રાણ) તહેવાર નિમિત્તે રંગોલી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રંગોળી સ્પર્ધામાં બહેનોની અનેક ટીમોએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, આ રંગોળી સ્પર્ધાને જોવા તેલગુ સમાજના લોકો સાથે સ્થાનિક વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાશ્રીઓએ ઉદાર હાથે આર્થિક મદદ કરી હતી, રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલા બહેનોની ટીમમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રમાણે વિજેતાઓને તેમજ ભાગ લીધેલા બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, પદ્મશાલી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી એલગમ શ્રીનિવાસ, કોંડલે રાજેશ,કોડુનુરી શ્રીનિવાસ ,કન્ના વેંકન્ના મોહન તાટીપામુલા,રુદ્રા રવિ,ચિંતા કિંદી સોમૈયા,બુટલા અજય,એલગમ વિજયકુમાર,રુદ્રા શ્રીનિવાસ વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવ્યા હતા, આ કાર્યક્રમમાં અતિથિ શ્રીઓ તરીકે શ્રી દાસરી શ્રીનિવાસ,શ્રી રાપોલું બુચીરામુલું,શ્રી પામુ વેણુ, વેન્નમ શ્રીરામુલું, વેલ્દી સાગર (એડવોકેટ),શ્રી શિવા પારીપિલ્લી તેમજ સુડા સહકાર રેસીડેન્સી ના પ્રમુખ શ્રી બિપીનસિંહ રાજપૂત,શ્રી બુગુલા ચારી,શ્રી વીરન્ના મચ્છા વગેરેઓ હાજર હતા, પદ્મશાલી સમાજના આગેવાનોએ રંગોલી સ્પર્ધામાં ભાગ લીધેલા બહેનોને અભિનંદન આપ્યા હતા.