બ્રાહ્મણો માટે જર્મની જવાની નવી આશા

- સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા યોજાયો મિશન જર્મની 111 કાર્યક્રમ.
ગુજરાતના બ્રાહ્મણ યુવાનો હવે વિદેશમાં પોતાની કારકિર્દી બનાવી શકે એવી નવી શરૂઆતનું બીજ પાંગરાયું છે. સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરત અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘મિશન જર્મની 111’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ અને વિદેશ નોકરી કરવા જવા ઇચ્છતા હોય પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે જઈ ન શકતા હોય તેવા બ્રાહ્મણ યુવાનોને વિદેશ – ખાસ કરીને જર્મની માં જોબ સીકર વિઝા દ્વારા લઇ જવા માટેનો માર્ગદર્શનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.આ વિશિષ્ટ કાર્યક્રમમાં સુરત અને આજુ બાજુ ના વિસ્તારના મોટી સંખ્યામાં – આશરે 300થી વધુ બ્રાહ્મણ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર, દક્ષિણ ગુજરાત ના પ્રભારી શ્રી ધનંજયભાઈ ભટ્ટ સાથે બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જોષી સુરત આવ્યા હતા. તેમણે હાજર યુવાનોને જર્મનીમાં જોબ સીકર વિઝા, રહેઠાણ અને રોજગારીની તકો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આપણા બ્રાહ્મણો પણ વિદેશમાં નોકરી કરવા અને કારકિર્દી બનાવવા જવા ઈચ્છતા હોય પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે જઈ ન શકતા હોય તેવા બ્રાહ્મણો માટે જર્મની જવા માટેનો મિશન જર્મની 111 કાર્યક્રમ યોજાયો હતો.સુરતમાં બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટની સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરતમાં મિશન જર્મની 111 નામ હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અમિત જોશી દ્વારા ગુજરાતમાંથી 111 બ્રાહ્મણોને જોબ સીકર વિઝા હેઠળ જર્મની મોકલવામાં આવશે. તે માટે સુરતથી તેઓ ના કાર્યક્રમમાં બ્રાહ્મણો જોડાઈ શકે અને લાભ લઈ શકે તે માટે સુરતના સંસ્કાર ભારતી ઓડિટોરિયમ ખાતે મિશન જર્મની ૧૧૧ કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો.

ગાંધીનગરથી સુરત આવેલા બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જોશી એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી 111 બ્રાહ્મણ યુવાનોને જર્મની મોકલવાનું આયોજન છે. આ 111 યુવાનો પાસેથી કોઈ જ પ્રકારનો કન્સલ્ટન્સી ચાર્જ લેવામાં આવશે નહીં.ગુજરાતના 33 જિલ્લાઓમાંથી ત્રણ-ત્રણ યુવાનો, તથા સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા ચાર મેટ્રો સિટીઓમાંથી છ-છ જરૂરિયાતમંદ જવા ઈચ્છતા બ્રાહ્મણોને પસંદ કરી સિલેક્ટ કરવામાં આવશે. આ બ્રાહ્મણોને બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર પસંદગી પ્રક્રિયા અને વિઝા સહિત તમામ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં સહાય કરવામાં આવશે. જો કે પસંદ થયેલા યુવાનોને જર્મની પહોંચ્યા બાદ જોબ સીકર વિઝા હેઠળ નોકરી શોધવામાં પૂરતું માર્ગદર્શન અને મદદ જરૂર અપાશે.યુવાનોને માત્ર વિઝા જ નહિ પરંતુ જર્મની પહોંચ્યા બાદ રહેવાની વ્યવસ્થા પણ બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ નું સમગ્ર સંકલન મહામંત્રી શ્રી નિકુંજ આચાર્ય એ કર્યું હતું. આ કાર્યક્રમ નું સરસ આયોજન માટે ઉપસ્થિત બ્રહ્મ બંધુઓ એ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.સંપર્ક સૂત્ર જયદીપભાઇ ત્રિવેદી (મો)9825148249સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રવિ જાની (મો) 9979428220