લિંબાયતમાં ગણેશ પંડાલ પાસે કોમી એકતાને અનુરૂપ કાર્યક્રમ યોજાયો
લિંબાયત પ્રતાપ નગર માર્કંડેશ્વર ચોક પાસે આવેલ લિંબાયત ગ્રુપ દ્વારા લિંબાયત કા રાજા ગણપતિ પાસે સત્યનારાયણ કથા ના કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. લિંબાયતમાં કોમી એકતા બનાવવા માટે તેલગુ સમાજ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણની પૂજા દરમિયાન હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો આજુબાજુમાં બેસીને એકતાનું પ્રદર્શન કર્યું હતું આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે દરેક સમાજના આગેવાનો પોત પોતાના રીતે યોગદાન/પ્રયત્ન કરી રહ્યા છે હિન્દુ-મુસ્લિમના તહેવારો ભક્તિમય અને ધુમધામથી શાંતિપૂર્વક રીતે ઉજવવા માટે લિંબાયતના દરેક શાંતિપ્રિય લોકો સાથ સહકાર આપી રહ્યા છે,ઈદ એ મિલાદના જુલુસ અને ગણેશજી વિસર્જનયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ તરફથી પણ પૂરતા બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે.આ કાર્યક્રમ સંદર્ભે તેલુગુ સમાજના આગેવાનો સર્વ શ્રી રાપોલું બુચીરામુલુ,એડવોકેટ શ્રી વેલદી સાગર,અનિલ સોનકુસરે, દેવીદાસ પાટીલ અને મુસ્લિમ સમાજના આગેવાનો શ્રી નાસીર સિમેન્ટ વાળા અને કેસરઅલી પીરઝાદા એ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે તહેવારો મનાવવા માટે દરેકને હક છે. સાથોસાથ બીજા ધર્મના લોકોને ઠેસ નહીં પહોંચે તે પણ જોવાની આપની એક ફરજ છે. જીવનમાં આવતા તકલીફો અને દુઃખોને ભૂલીને પોતાના કુટુંબ સભ્યો તેમજ સંબંધીઓ સાથે આનંદમય વાતાવરણમાં ઉજવવાના તહેવારો હોય છે. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ લિંબાયતના નીડર પી.આઈ શ્રી સહદેવ પઢેરીયા સાહેબ,દાસરી શ્રીનિવાસ, રાપોલું બુચીરામુલું,ગોને સોમૈયા,અડીગોપુલા સત્યનારાયણ,વેનમ શ્રી રામુલુ,પામુ શ્રીનિવાસ,ગણેશ સિરમલ્લા, લક્ષ્મીનારાયણ સાદુલા,યુવક મંડળના ટીન્કુ ઝા,રમેશ દુડુકા,ગૌરી મહેશ,સાગર ગરદાસ,બાબુ ગંજી,વેંકટેશ ચેલુંમલ્લા,દિવ્યેશ ચંદનકર તેમજ મુસ્લિમ સમાજના હાજી ચિનુભાઈ,તાહેર સૈયદ, રાજીક શેખ,વાસીમ શેખ, નવાબ દેશમુખ,કલુખાન,ઇમામભાઇ,જે.સી.રાજ, લાલખાન પઠાણ,અકબર પઠાણ,રફીક લાકડાવાળા,ભુરાભાઈ દલાલ,અકબર પઠાણ અને જહિરભાઈ પઠાણ વગેરે ઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યા હતા.