સંકલ્પથી સિદ્ધિ, સુરતમાં સીઆર પાટીલના કાર્યક્રમો

- પ્રદેશ અધ્યક્ષ શ્રી તથા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર *”સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ”* નિમિત્તે વિવિધ કાર્યક્રમો સુરત મહાનગર ખાતે યોજવાના છે.
માનનીય પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા *”સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ”* નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવાના છે.જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ આપેલ છે 20 જૂન થી ૨૨ જુન સુધી “વિકસિત ભારત સંકલ્પ સભા” આ કાર્યક્રમ તમામ વોર્ડ માં કરવામાં આવશે21 જૂનના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે તમામ વોર્ડમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે તેમજ ગત 12 જૂન ના રોજ અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા તેમની સાથેના સહયાત્રીઓ નું દુઃખદ અવસાન થયેલ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તારીખ 22 જૂનને રવિવારના રોજ સવારે 10 થી 11 કલાક દરમિયાન પંડિત દીનદયાળ ભવન ભાજપ કાર્યાલય ઓડિટોરિયમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે23 જૂન ના રોજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી “બલિદાન દિવસ” નિમિત્તે પ્રત્યેક વોર્ડમાં તમામ બુથોમાં તેમના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે 25 જૂન ના રોજ “સંવિધાન હત્યા” (કટોકટી દિવસ) તરીકે મનાવવામાં આવશેતારીખ 23 જૂનથી 28 જૂન દરમિયાન શક્તિ કેન્દ્ર કક્ષાએ મોહલ્લા સોસાયટી બેઠકોનું આયોજન કરેલ છે જેમાં “વય વંદના“ યોજના હેઠળ નોંધણી અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં જે તે મહોલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે “આયુષ્માન ભારત” યોજના વય વંદના યોજના માં 100% નોંધણી કરાવવા આયોજન કરવામાં આવશે 70 વર્ષથી વધુ વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના માં ઘરે ઘરે જઈ નોંધણી કરવામાં આવનાર છે ત્યારબાદ 29 જૂન મહિનાનો અંતિમ રવિવાર કે જ્યારે હંમેશા ની જેમ પ્રત્યેક બુથમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નો ખુબજ ઉપયોગી અને લોકપ્રિય “મન કી બાત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે હાલ વરસાદની સિઝન ચાલુ થયેલ છે ત્યારે “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે તારીખ 15 જુલાઈ સુધી *“એક પેડ મા કે નામ”* અભિયાન હેઠળ દરેક વોર્ડમાં ઓછામાં ઓછા ૩૦ સ્થળે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે તેની સાથે સાથે આદરણીય મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ *”કેચ ધ રેન”* કાર્યક્રમ અંતર્ગત કુવા/બોરવેલ રિચાર્જ ના કાર્યક્રમો પણ યોજવાના છેશૈલેશ શુકલ (મિડિયા કન્વીનર સુરત મહાનગર)