“Ayush Doctors Club of Surat”ની નવી કાર્યકારિણીની ઇન્સ્ટોલેશન સેરેમની ધામધૂમથી યોજાઈ

સુરત, તા. 1 જૂન 2025 – શહેરની જાણીતી સંસ્થા Ayush Doctors Club of Surat દ્વારા વર્ષ 2025-26 માટેની નવી કાર્યકારિણીની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી. કાર્યક્રમમાં Dr. Nitinkumar K. Patel ને પ્રમુખ અને Dr. Kuldeepsinh Mahida ને સચિવ તરીકે વિધિવત રીતે સ્થાનપન કરવામાં આવ્યું.સંદ્યાકાળે 5 વાગ્યે ભેસાણ ગૌરવ પથ રોડ પર આવેલા Dream Festiva ખાતે યોજાયેલી આ સમારોહમાં *સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમના સ્થાપન અધિકારી તરીકે *ડૉ. નિર્મલ ચોરારિયા (Chairman & CEO, Nirmal Hospital Pvt. Ltd.)* એ પદાધિકારીઓની શપથવિધિ કરાવી.

કાર્યક્રમમાં *શ્રી વિવેક્ભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય, ઉધના) એ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપી. મુખ્ય વક્તા તરીકે **ડૉ. મુકુલ ચોક્સી (મનોચિકિત્સક અને સેકસ થેરાપિસ્ટ)**એ ડૉક્ટરોને પ્રેરક અને માહિતીસભર ભાષણ આપ્યું.