July 2, 2025

સિવિલ ડિફેન્સમાં જોડાવા નાગરિકોને આવાહન

  • કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર નાગરિક સંરક્ષણ દળમાં માનદ્દ સેવા આપવા માંગતા, દળમાં જોડાવા માંગતા નાગરિકો જોગ સંદેશ/આહવાન

માહિતી બ્યુરો-સુરત: સોમવાર: નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) નાગરિકોનું બનેલુ સ્વયંસેવક દળ છે. નાગરિક સંરક્ષણનો ધ્યેય હુમલા પછી તરત આવશ્યક સેવાઓ, ઔદ્યોગિક એકમો અને જનજીવન પુર્વવત કરવાનો છે. તેમજ મુખ્ય ઉદ્દેશ નાગરિકોના જીવન-મિલકતનું રક્ષણ કરવું, ઉત્પાદનની પ્રક્રિયા સતત જાળવી રાખવી, નુકસાનીનું પ્રમાણ લઘુતમ કરવું અને નાગરિકોનું નૈતિકબળ ટકાવી રાખવા અને તે માટે નાગરિકોને તાલિમબધ્ધ કરવાનું છે. જેમાં પુખ્ત વયના નાગરિકો જોડાઈને માનદ સેવા આપી શકે છે. ૧૯૬૨ ના ભારત-ચીન યુધ્ધથી આજદિન સુધી સિવિલ ડિફેન્સની માનદ સેવા રાષ્ટ્રને સમર્પિત રહી છે. સુરતમાં પણ સને ૧૯૯૭થી સિવિલ ડિફેન્સ સરાહનીય કામગીરી કરી રહી છે જેમાં ૧૬૦૦૦થી વધુ નાગરિકો સિવિલ ડિફેન્સની તાલીમ મેળવી ચુક્યા છે અને સિવિલ ડિફેન્સના વોર્ડ્નોને મુખ્યમંત્રી પદક તેમજ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાયા છે. નાગરિક સંરક્ષણ દળમાં માનદ સેવા આપવા માંગતા/જોડાવા માંગતા પુખ્ત વયના નાગરિકોએ નીચે જણાવેલ નંબર/કચેરી પર બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, રહેઠાણ, ઉંમર તથા ઓળખના પુરાવા મોકલી આપવાના રહેશે.(૧) વોટ્સએપ નંબર :- ૯૯૨૫૨-૭૫૭૫૧(૨) નાગરિક સંરક્ષણની કચેરી, સી-૭, બહુમાળી ભવન, નાનપુરા, સુરતના સરનામે મોકલી આપવા નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણના આર.જે.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.-૦૦-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *