May 6, 2025

અહલ્યાબાઈના ‘લોકમાતા’ના સુરતના બંને શોને જબરદસ્ત પ્રતિસાદ

  • અજા પાલકથી પ્રજા પાલક સુધીના અહિલ્યાબાઈ હોળકરના પ્રેરણાત્મક જીવન પરના બંને શો હાઉસફુલ થયા

અહિલ્યા બાઈ હોળકર ના 300 માં જન્મ જયંતી વર્ષ ના ઉપલક્ષમાં મહિલા સમન્વય સમિતિ સુરત તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના સંયુક્ત તત્વધાનમાં મહાનાટય *લોકમાતા* નું મંચન થયું. જે અમદાવાદથી આવેલા 8 વર્ષથી 75 વર્ષની વચ્ચેના 40 કલાકારો દ્વારા પ્રસ્તુત થયું. ખાસ વાત એ હતી કે કોઈ પણ કલાકાર પ્રોફેશનલ ન હતા . બધા જ અહિલ્યાબાઈના આદર્શને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ભાવપૂર્ણ રૂપે જોડાયેલા હતા. નાટકના લેખક ડો.નંદિની દેશપાંડે તેમજ ડો. ધવલ વર્તક જે દિગ્દર્શક હતા તે બંને ઈસરો અમદાવાદમાં વૈજ્ઞાનિક રૂપે કાર્યરત છે અન્ય કલાકાર પણ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે.

આખેઆખા કાર્યક્રમ ની ખાસ વાત એ રહી કે vnsgu કન્વેક્શન હોલ બંને પ્રસ્તુતિમાં સમય પહેલાં જ ખચા ખચ ભરાઈ ગયા હતા અને કાર્યક્રમ એકદમ સમયથી શરૂ થઈ ગયો હતો. નાટકના સંવાદ એટલા બધા દમદાર હતા કે વચ્ચે વચ્ચે તાળીઓની ગડગડાટ તેમજ જય કારાથી આખો સભા ભવન ગુંજી રહ્યો હતો સાથે સાથે દરેક મહત્વપૂર્ણ દ્રશ્ય પ્રેક્ષકો માટે પ્રેરણાત્મક પાઠ ભણાવી રહ્યા હતા. બકરી ચરાવનાર ની પુત્રી થી લાઇ રાજમાતા સુધીના જીવન કાળ ને જોઈ અંતમાં બધા જ દર્શક ગણો એ ઊભા થઈ કલાકારોનું અભિવાદન કર્યું અને ખૂબ જય કાર થી વધાવી લીધા, તેમજ કલાકારો સાથે ફોટો ખેંચવા માટે ઉત્સુક પણ રહ્યા.

નિ:સ્વાર્થ સેવા ભાવ થી નિ:શુલ્ક પ્રસ્તુતિ માટે કાર્યક્રમ વિશે સમન્વય સમિતિના કાર્યકર્તા શ્રી ફાલ્ગુનીજી ,જયનજી નું કહેવું હતું કે આજના પરિપક્ષમાં અને દેશની ની વિષમ પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવા માટે અહિલ્યા બાઈનું ચરિત્ર ખૂબ જ સાર્થક છે. ન્યાયપ્રિય, ધર્મ પરાયણ, દૂરદર્શી, પ્રશાસનિક, રાજનીતિક,કતૃત્વનિષ્ટ, સમરસતાના વિચારવાળી અહિલ્યા બાઈ છે .જે આજના વિદ્યાર્થીઓ અને બધા માટે પથદર્શક છે. ભાવપૂર્ણ, ભક્તિ, શોર્ય, સંગીત, નૃત્ય, મનોરંજન, પ્રેરણાદાય, રાષ્ટ્રભક્તિ, સેવા, સહજતા જેવા બધા જ રંગોથી આ નાટક રંગાયેલું હતું કાર્યક્રમમાં ડો. કિશોરસિંહજી ચાવડા, ડો. રમેશદાન ગઢવી, કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, અનિલજી રુનગટા, ડો. જિલ્ના પટેલ, રીતુજી રાઠી તેમજ સંઘના વરિષ્ઠ કાર્યકર્તા અને વિવિધ ક્ષેત્રના અગ્રણી ની ગરિમા પૂર્ણ ઉપસ્થિતિ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *