લોકમાતા મહાનાટ્યનું સુરતમાં આયોજન

સુરતમાં મહિલા સમન્વય સમિતિ સુરત મહાનગર તથા vnsgu ના સંયુક્ત તત્વધાનમાં લોકમાતા મહાનાટ્યનું મંચન સુરત ખાતે થવા જઈ રહ્યો છે. પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની 300 મી જન્મ જયંતી વર્ષ નિમિત આ નાટિકા પ્રસ્તુત થવા જઈ રહી છે. બે કલાકના આ મહાનાટય ની પ્રસ્તુતિમાં અહિલ્યાબાઈ ના જીવન સાથે સંકળાયેલ મહાન ચરિત્રને પ્રભાવિ રૂપથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. નાટ્ય પ્રસ્તુતિનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ અહિલ્યા બાઈના કર્તૃત્વથી પ્રેરણા લે .તેમના નિર્માણ કાર્ય ભારતની સંસ્કૃતિ એકતા ને ફરીથી વ્યવહારમાં લાવવા વાળા છે. ભારતની સુષુપ્ત ચેતનાને જગાડવાનું ,સ્વત્વ જગાડવા નું કાર્ય તેમણે કર્યું હતું. તેમના પ્રજા વત્સલ નિર્મલ વ્યક્તિત્વ પ્રત્યેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે આ નાટય ના લેખક નંદનીજી દેશપાંડે તેમજ નિર્દેશક ડો. ધવલ વર્તક ઈસરો અમદાવાદમાં વૈજ્ઞાનિક પદ પર 25 વર્ષથી કાર્યરત છે પણ સમાજ એક મહાન કતૃત્વનિષ્ઠ આદર્શ નારી ને જાણે અને પ્રેરણા લે એ ઉદ્દેશ્યથી અમદાવાદથી 8 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના 40 કલાકારોની ટીમ સુરત આવી રહી છે. મહિલા સમન્વય સમિતિ એટલે કે સંઘને અનુકૂળ અન્ય બધા જ સંગઠનો મા પ્રવૃત્તિ મહિલા કાર્યકર્તા બહેનો નું સંગઠન. આ કાર્યકર્તા બહેનો વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યમાં કાર્યરત છે. આ બહેનોની કર્મઠતા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્તતા થી તેમજ સામાજિક સહયોગથી આ કાર્યક્રમ સાકાર થવા જઈ રહ્યો છે.