તેલુગુ સમાજના લોકોનાં વિસ્તારોમાં સીતારામ કલ્યાણ મહોત્સવ ઉજવાયો

દક્ષિણ ભારતમાં દર વર્ષે રામનવમીના દિવસે રામ સીતાના વિધિપૂર્વક લગ્ન વૈદિક મંત્રોચ્ચાર સાથે થાય છે પરંતુ આ રોજ ઉત્તર ભારતમાં શ્રીરામ નો જન્મોત્સવની ઉજવણી ભારે હર્ષઉલ્લાસ સાથે કરવામાં આવશે, તેલંગાના બદ્રાદ્રી કોન્તાગૂડેમ જિલ્લામાં ગોદાવરી નદીના કાંઠે બદ્રાચલમ રામ મંદિરમાં જે વિધિ કરવામાં આવે છે તે જ પ્રકારની વિધિ સુરતમાં તેલુગુ સમાજના લોકો રહેતા વિસ્તારોમાં જેવા કે માર્કંડેશ્વર મહાદેવ મંદિર પ્રતાપ નગર, સુડા સહકાર રેસીડેન્સી કુંભારીયા, સહજાનંદ સોસાયટી, કલ્પના, કૈલાશ નગર, સુમન સંગીની,ગોડાદરા, બાલાજી નગર, ભાગ્યનગર,આશાપુરી પર્વત, ગોડાદરામાં પરંપરા મુજબ રામનવમીના રોજ ભગવાન રામ તથા સિતાના લગ્ન યોજાયા હતા. માતા-પિતા પોતાના દીકરા તેમજ દીકરીના લગ્ન ખૂબ ધામ પૂર્વક કરે છે તેમજ લગ્ન સમયે જે રીતે મંડપ સજાવવાથી માંડીને રસોડાના જમણવાર નું મેનુ કેવું હશે તેવી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી,

તેલુગુ સમાજના એકદંપત્તિએ શ્રીરામ અને એકબીજા દંપત્તિએ સીતા માતાની મૂર્તિ ઊંચકીને મંગળફેરા કરાવ્યા હતા. લગ્નની તમામ વિધિઓ શ્રીરામ અને સીતાની મૂર્તિઓ સમક્ષ મંત્રોચ્ચાર કરી બ્રાહ્મણો દ્વારા લગ્ન કરાવ્યા બાદ શ્રીરામ અને સીતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ પરંપરા મુજબ આરતી, પાણી સાથે શોભાયાત્રા નું સ્વાગત કરીને ધુપદીપ અર્પણ કરવામાં આવ્યા હતા, સમગ્ર શહેરમાં વસતા તેલુગુ ભાઈ બહેનો તેમજ અસંખ્ય પદ્મશાલી સમાજના શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક ભાગ લીધો હતો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમની શોભા વધારવા માટે તેલગુ સમાજના આગેવાનો સર્વશ્રી દાસરી શ્રીનિવાસ, પામુ વેણુ,કોર્પોરેટર કવિતાબેન એનાગંદુલા,કુસુમા શ્રીનિવાસ, દાસરિ સૂર્યનારાયણ, એલગમ શ્રીનિવાસ, કોંડલે રાજેશ, કોદુનુરી શ્રીનીવાસ, વેંકન્ના કન્ના,આડેપુ વેંકન્ના,મોહન તાટીપામુલા, કોમટી શ્રીનિવાસ, બુધારપુ પ્રસાદ, કોંગા બીક્ષપતિ, કરુણાકર એનાગંદુલા, રાપોલુ કૃષ્ણા, સુરેશ ચિલુકા, સોમેશ્વર ચેન્ના અને સાગર વેલધી, સત્યનારાયણ ચેન્ના,વિશ્વનાથમ ગુંડુ,રાપોલુ બુચીરામુલુ વગેરેએ યોગ્ય ફાળો આપ્યો હતો.સીતારામ કલ્યાણ મહોત્સવ નિહાળવા માટે સુરત મહાનગરપાલિકાના ડે.મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, ડ્રેનેજ સમિતિના માજી ચેરમેન શ્રી વિક્રમભાઈ પાટીલ,સ્લમ કમિટીના માજી ચેરમેન શ્રી દિનેશભાઈ રાજપુરોહિત, વગેરે હાજર રહ્યા હતા, તેમજ આ કાર્યક્રમ ને સુપેરે પર પડવા માટે લીંબાયત પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી એન.કે.કામલીયા અને ગોડાદરા પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી એચ.એસ આચાર્ય શ્રી એ પોલીસ બંદોબસ્ત આપી સહકાર આપ્યુ હતું.