સાવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્વેટર્સ, ટી-શર્ટ અને નાસ્તાનું વિતરણ
સાવાઃ માંગરોળ તાલુકાની સાવા સ્થિત નિમ્ન પ્રાથમિક શાળા ખાતે હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ અને કે. એમ. ચોક્સી જ્વેલર્સ, કોસંબા તરફથી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્વેટર, ટ્રેક પેન્ટ, ટી-શર્ટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તેમજ આચાર્ય તરફથી દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય તેમજ સ્ટાફના પ્રયાસોને કારણે અગાઉ પણ અનેક સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો સાવા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા આવ્યા છે. એટલું જ નહીં, ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓને આર્થિક દાન તેમજ સહયોગ પણ સતત પ્રાપ્ત થયો રહ્યો છે, જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ શાળાના પ્રયાસોની સતત પ્રશંસા કરે છે.સાવા નિમ્ન પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્વેટર્સ, ટી-શર્ટ અને નાસ્તાનું વિતરણ
માંગરોળ તાલુકાની સાવા સ્થિત નિમ્ન પ્રાથમિક શાળા ખાતે હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ અને કે. એમ. ચોક્સી જ્વેલર્સ, કોસંબા તરફથી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્વેટર, ટ્રેક પેન્ટ, ટી-શર્ટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તેમજ આચાર્ય તરફથી દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય તેમજ સ્ટાફના પ્રયાસોને કારણે અગાઉ પણ અનેક સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો સાવા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા આવ્યા છે. એટલું જ નહીં, ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓને આર્થિક દાન તેમજ સહયોગ પણ સતત પ્રાપ્ત થયો રહ્યો છે, જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ શાળાના પ્રયાસોની સતત પ્રશંસા કરે છે.