શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ દ્વારા ધોરણ 10,11,12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન
સમસ્ત વાલીઓ પોતાના બાળકોના ઉજવળ ભવિષ્ય અને કારકિર્દી માટે ખૂબ જ ચિંતિત હોય છે. ખાસ કરીને બાળક ધોરણ 10 અને 12 પછી કયા ક્ષેત્રમાં જઈ કારકિર્દીમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે, તેની ચિંતા પણ હોય છે અને તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ શોધતા હોય છે. ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસતા બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે ખાસ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત – યુવા પાંખ દ્વારા ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર તારીખ 5/01/2025 ને રવિવારના રોજ સવારે 10 થી 12 ના સમયે જહાંગીરપુરામાં આવેલ એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત કરાયો છે. સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પછી કઈ રીતની પોતાની કારકિર્દી બનાવી શકે અને જીવનમાં આગળ વધી શકે તે માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ ત્રણ નિષ્ણાત વક્તાઓ માર્ગદર્શન આપશે. ડોક્ટર ધવલ પંડ્યા, શ્રી દેવાંગ દવે અને શ્રી અંકિત દવે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 પછી કયા કયા અભ્યાસ કરી શકાય?, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC અને UPSCની તૈયારીઓ કેવી રીતે કરવી ?અને વર્તમાન સમયમાં વિદેશમાં અભ્યાસ કરવાની તકો કઈ રીતે મેળવી? જેવા વિષય ઉપર મુદ્દાસર વિગતવાર વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખના કાર્યકરો સમાજના પ્રમૂખશ્રી જયદીપ ત્રિવેદી ના માર્ગદર્શનમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે. હાલમાં પણ આ કાર્યક્રમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલુ જ છે. કોઈપણ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લેવા માટે વિના મૂલ્ય જોડાઈ શકે છે. જે રીતે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તેને લઈ 500થી વધુ વિદ્યાર્થીઓ કારકિર્દી માટેનું માર્ગદર્શન મેળવશે તેવું લાગી રહ્યું છે.
સંપર્ક – જયદીપ ત્રિવેદી – પ્રમુખ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરત મો. – 9825148249
રવિ જાની – મહામંત્રી , શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત – યુવા પાંખમો. – 9979428220
bhattridham3@gmail.com
bhattridham3@gmail.com