તેલુગુ વિદ્યાર્થીઓનું આત્મીય સંમેલન યોજાયું
નગર પ્રાથમિક શાળા ક્રમાંક 247 તેલુગુ માધ્યમ મારુતિનગર લિંબાયતના સન 2002/2003 શૈક્ષણિક વર્ષમાં ધોરણ 7 માં ભણેલા તેલગુ માધ્યમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર કાર્યક્રમ બાલાજી મંદિરના હોલમાં યોજવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે માજી વિદ્યાર્થીઓ,સુરત શહેરમાં રહેતા વિવિધ પ્રાંતોમાંથી તેમજ તેલંગાના રાજ્યમાંથી આવેલા હતા, 21 વર્ષના લાંબા સમયગાળા બાદ એક બીજાને મળ્યા હતા,આ પ્રસંગે તેઓએ સ્કૂલના વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા,તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજનોને સન્માન કરી તેમજ અભ્યાસથી જીવનમાં આગળ વધી જવાની વાતો કરી હતી, તદઉપરાંત હાલ એકબીજાની લાઇફમાં શું ચાલી રહ્યું છે તેઓની પણ ચર્ચા કરી હતી,
માજી આચાર્ય તેમજ તેલુગુ સમાજના આગેવાન શ્રી રાપોલું બુચીરામુલુ એ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ હંમેશા પોતાના માતા પિતાને,ગુરુજનોને, મિત્રોને તેમજ માતૃભૂમિને હંમેશા યાદ કરી આદર અને સન્માન થી જોવા તેમજ એકબીજાના તકલીફ ના સમયમાં મદદ કરવા માટેનું અનુરોધ કર્યો હતો,વર્ષ માં પણ ફરી એકવાર ભાઈ બહેનોને, મિત્રોને તેમજ જીવનમાં સહકાર અને સાથ આપનારાઓને યાદ કરવા જોઈએ,વિદ્યા અને સંસ્કાર પણ જીવનમાં શીખવું જોઈએ તેમજ વિલાસ જીવનમાં ખર્ચો ઓછા કરીને એ રકમ સમાજ સેવામાં ઉપયોગ કરવાની સૂચનાઓ ગુરુજનોએ આપ્યા હતા ,આ કાર્યક્રમમાં શિક્ષકો વજ્રબેન,પદ્માવતી, લીંગાલા યાદગીરી યેનમ સત્યનારાયણ પોડેરી રામુલુ વેમુલા શ્રીનિવાસ યેનમ શ્રીનિવાસ સુભાન હાજર હતા,કાર્યક્રમનું સંચાલન વિશાલ એ કર્યું હતું,ગેટ ટુ ગેધર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ સાગર, રંજીતા,શ્રીનિવાસ એ જહેમત ઉઠાવી હતી,આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાંટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનારાઓનું આભાર માન્યું હતું,