May 25, 2025

*ઓલ ઇન્ડિયા સીનીયર સિટીઝન્સ કોન્ફેડરેશન દ્વારા સી આર પાટીલનું સન્માન*

સુરત તા. ૬: ઓલ ઇન્ડિયા સીનીયર સિટીઝન્સ કોન્ફેડરેશન (આઈસ્કોન) ના પ્રમુખ વિલાસરાવ ભાદાને અને દેશના અલગભાગોમાંથી આવેલા હોદ્દેદારો અને તેમના સ્થાનિક પ્રતિનિધિઓ ડૉ. રવીન્દ્ર પાટીલ, રશ્મિકાંત શાહ અને નરેશ કાપડીઆ દ્વારા ભારત સરકાર દ્વારા વડીલો માટેની વિશેષ યોજનાઓ અમલી કરવા બદલ કેન્દ્રના જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું. આઇસ્કોન દ્વારા તેની બાવીસમી વાર્ષિક કોન્ફરન્સ આ વર્ષે સુરતમાં યોજવા અંગેની વિચારણા કરવામાં આવી હતી.